મયંક અગ્રવાલની કપ્તાનીવાળી ઈન્ડિયા A ટીમે દુલીપ ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો છે. ઈન્ડિયા-A એ ઈન્ડિયા-Cને 132 રને હરાવ્યું છે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ઈન્ડિયા C ટીમ માટે સાઈ સુદર્શને સદી ફટકારી હતી. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. ગાયકવાડ પ્રથમ દાવમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે બીજા દાવમાં 44 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈન્ડિયા માટે શાશ્વત રાવતે પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારી હતી.
ઈન્ડિયા-Aનું પ્રદર્શન













