• T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે
  • આ વર્લ્ડકપમાં ટ્રોફી માટે 20 ટીમો ટકરાશે
  • ભારત 5 જૂને અભિયાનની શરૂઆત કરશે

T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે અમેરિકા પહોંચી ચૂકી છે. આ વખતે વર્લ્ડકપમાં ટ્રોફી માટે 20 ટીમો ટકરાશે. તમામ ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમ 5 જૂનથી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા આ દિવસે આયર્લેન્ડ સામે ટકરાશે. આ પછી રોહિત શર્મા એન્ડ કંપની 9 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને દેશોના ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ક્રિકેટ પ્રેમીઓનો રોમાંચ 2 વખત વધી શકે છે, કારણ કે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં એક નહીં પરંતુ બે વખત ટકરાશે.

સુપર-8માં બંને ટીમો અલગ-અલગ ગ્રુપમાં હશે

ભારત અને પાકિસ્તાન ગ્રુપ Aમાં છે. આવી સ્થિતિમાં બંને ટીમો 9 જૂને સામસામે ટકરાશે. આ પછી તમામ ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર-8માં સ્થાન મેળવશે. ભારત-પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ Aમાં અમેરિકા, આયર્લેન્ડ અને કેનેડા છે. આવી સ્થિતિમાં, એ લગભગ નિશ્ચિત છે કે ગ્રુપ-Aમાંથી માત્ર ભારત અને પાકિસ્તાન જ સુપર-8માં સ્થાન મેળવશે. સુપર-8માં 8 ટીમોને ફરીથી 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ-એમાં ટોચની ટીમને ગ્રુપ-1માં સ્થાન આપવામાં આવશે અને બીજા સ્થાને રહેલી ટીમને ગ્રુપ-2માં સ્થાન આપવામાં આવશે. એટલે કે ભારત અને પાકિસ્તાન હવે અલગ-અલગ ગ્રુપમાં જશે.

2007ની ફાઇનલમાં બંને ટીમો સામસામે આવી

ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટીમો અન્ય 3 ટીમો સાથે 1-1 મેચ રમશે. બંને ગ્રુપની ટોપ-2 ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે. જો ભારત અને પાકિસ્તાન સુપર-8માં પોતપોતાના ગ્રૂપમાંથી સેમિફાઇનલ મેચ જીતશે તો બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં સામસામે આવશે. આ પહેલીવાર નથી જ્યારે ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે. આ પહેલા T20 વર્લ્ડ કપ 2007માં પણ બંને ટીમો ફાઈનલમાં ટકરાયા હતા અને આ મેચ ભારતે જીતી હતી.

  • Follow us on: