• રુતુરાજ ગાયકવાડ 'ડાયમંડ ડક'નો શિકાર બન્યો
  • T20માં 'ડાયમંડ ડક' પર આઉટ થનાર ત્રીજો ભારતીય ખેલાડી
  • IND VS AUS: પ્રથમ T-20 મેચમાં ભારતની 2 વિકેટે જીત

ભારતીય ઓપનર રુતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં 'ડાયમંડ ડક'નો શિકાર બન્યો હતો. વાસ્તવમાં, જો કોઈ બેટ્સમેન કોઈ બોલ રમ્યા વિના આઉટ થઈ જાય, તો તેને 'ડાયમંડ ડક' કહેવામાં આવે છે. યશસ્વી જયસ્વાલે શોટ રમ્યો, ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડ બીજો રન લેવા દોડ્યો, પરંતુ યશસ્વી જયસ્વાલ પોતાની ક્રિઝ પર પાછો ફર્યો. પરિણામે રૂતુરાજ ગાયકવાડે રન આઉટ થવું પડ્યું હતું. આ રીતે ઋતુરાજ ગાયકવાડ એકપણ બોલ રમ્યા વિના શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.

ગાયકવાડ પહેલા આ ખેલાડીઓ 'ડાયમંડ ડક' પર આઉટ થઈ ચૂક્યા છે...

જોકે, રૂતુરાજ ગાયકવાડ T20માં 'ડાયમંડ ડક' પર આઉટ થનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પહેલા જસપ્રીત બુમરાહ 'ડાયમંડ ડક'નો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહ 2016માં પુણેમાં શ્રીલંકા સામે 'ડાયમંડ ડક' પર આઉટ થયો હતો. આ પછી અમિત મિશ્રા T20 ફોર્મેટમાં 'ડાયમંડ ડક' પર પેવેલિયન પરત ફરનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો. 2017માં અમિત મિશ્રા નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે 'ડાયમંડ ડક' પર આઉટ થયો હતો. તે જ સમયે, હવે ઋતુરાજ ગાયકવાડ 'ડાયમંડ ડક' પર આઉટ થયો હતો. T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં 3 ભારતીય બેટ્સમેન 'ડાયમંડ ડક'નો શિકાર બની ચૂક્યા છે.

ભારતની 2 વિકેટે જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચ રમાયેલી પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની 2 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે.

  • Follow us on: