• સંજૂ સેમસનને ફરી કરવામાં આવ્યો નજરઅંદાજ
  • શુભમન ગિલના કવર તરીકે સંજૂને ન બોલાવાયો
  • ગાયકવાડ અથવા જયસ્વાલને તક મળવાનું નક્કી

ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચથી શુભમન ગિલના રૂપે મુશ્કેલીનો સામનો કરી રહી છે. ડેન્ગ્યૂના કારણે ગિલ ટીમની બહાર છે. તે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમી શક્યો નહતો. હવે તે અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગિલ પાકિસ્તાન સામેની ત્રીજી મેચમાં પણ ટીમનો ભાગ બનશે નહીં. જેથી યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની સ્ટેન્ડબાય ખેલાડી તરીકે એન્ટ્રી થઈ શકે છે. આ તમામ વચ્ચે સંજૂ સેમસનને ફરી એક વખત નજરઅંદાજ કરવમાં આવ્યો છે.

સંજૂ સેમસનને કરવામાં આવ્યો નજરઅંદાજ

મળતી માહિતી મુજબ, ઋતુરાજ ગાયકવાડ અથવા યશસ્વી જયસ્વાલને શુભમન ગિલના કવર તરીકે બોલાવવામાં આવી શકે છે. ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સમાં ભારતનું નૈતૃત્વ કરતો જોવા મળ્યો હતો. જયસ્વાલને તેના ઓપનિંગ પાર્ટનર તરીકે જોવામાં આવ્યો હતો. જો કે, ફેન્સને આશા હતી કે, ગિલ માટે કવર તરીકે સંજૂ સેમસનને બોલાવવામાં આવશે, પરંતુ આવું થવાની ધારણા નથી.

શુભમન ગિલને કરવામાં આવ્યો ડિસ્ચાર્જ

શુભમન ગિલને લઈને BCCIએ જાહેર કરેલા અપડેટમાં કહ્યું કે, તે અફઘાનિસ્તાન સામેની આગામી મેચ માટે ટીમ સાથે દિલ્હી આવશે નહીં. તેની સારવાર ચેન્નાઈમાં ચાલુ રહેશે. જો કે, પ્લેટલેટ્સ ઓછા હોવાને કારણે ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે સાંજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

પ્રથમ મેચમાં જોવા મળી હતી ગિલની ખોટ

ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની પ્રથમ મેચમાં ભારતીય ટીમને શુભમન ગિલની ગેરહાજરી અનુભવાઈ હતી. ગિલની જગ્યાએ ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા, પરંતુ તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

  • Follow us on: