• WI વિરુદ્ધ સંજૂ સેમસન ફ્લોપ
  • T-20 સીરિઝમાં સંજૂ ફ્લોપ
  • સંજૂએ તકનો ન કર્યો યોગ્ય ઉપયોગ

ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન અને અત્યારના કોમેન્ટેટર આકાશ ચોપડાએ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ચેતવણી આપી છે. આકાશ ચોપડાએ કહ્યું કે, સંજૂ સેમસને મળી રહેલી તકનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. જો સંજૂ ફાયદો નહીં ઉઠાવી શકે, તો પાછળથી અફસોસ કરવો પડશે.

યૂટ્યુબ ચેનલ પર આપ્યું નિવેદન

પોતાની યૂટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં આશાક ચોપડાએ કહ્યું કે, સંજૂ સેમસન, તમારી તક બરબાદ ન કરો. જો તક બરબાદ કરશો, તો પાછળથી અફસોસ કરવાનો વારો આવશે. એવું નથી કે, જો ઈશાન કિશન ઉપરથી આવશે, તો સંજૂ સેમસન નીચેથી ન જઈ શકે. બંને જઈ શકે છે અને જિતેશ શર્મા આવી શકે છે.

'સેમસન માટે સ્થાન નહીં'

આ પહેલાં ટીમના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સંજૂ સેમસનને લઈ મોટું નિવેદન આપ્યું હતું. અશ્વિને પોતાની યૂટ્યુબ ચેલન પર એક વીડિયોમાં કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝમાં ભારતે અનેક ખેલાડીને તક આપી હતી. આમાંથી એક સંજૂ સેમસન પણ હતા. સંજૂએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી વનેમાં 50 રન બનાવ્યા હતા. સંજૂના આવ્યા બાદ સ્પિનનો પ્રભાવ ઓછો થયો હતો, પરંતુ ભારતીય ટીમમાં નંબર 3 અને 4નું સ્થાન ખાલી નથી. આપણે તમામ સંજૂની પ્રતિભા અંગે જાણીએ છીએ. તે કોઈ પણ નંબરે રમીને રમત બદલી શકે છે, પરંતુ અત્યારે ટોપ 4માં સંજૂ માટે જગ્યા નથી.

  • Follow us on: