• BCCIએ એશિયા કપ માટે ટીમ જાહેર કરી
  • એશિયા કપ માટે 17 સભ્યોની ટીમ જાહેર
  • રાહુલ હજુ સંપૂર્ણ ફિટ થયો નથી

એશિયા કપ 2023 માટે ભારતે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે ટીમની જાગેરાત કરવા સાથે કેએલ રાહુલની ફિટનેસ પર ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે સંજૂ સેમસનને પણ રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવા અંગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપની ટીમમાં શ્રેયસ અય્યર અને રાહુલ બંનેની વાપસી જોવા મળી છે.

"રાહુલને હજુ થોડી તકલીફ છે"

ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે ટીમની જાહેરાત કરવા સાથે કેએલ રાહુલની ફિટનેસને લઈ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, તેમને થોડી તકલીફ છે, પરંતુ તે તેમની ઈજાને લઈ નથી. રાહુલને એક અલગ ઈજા પહોંચી છે. જેથી અમે સંજૂ સેમસનને ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે સ્થાન આપ્યું છે.


"બેકઅપ ખેલાડી તરીકે સંજૂ સેમસન"

અગરકરે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, રાહુલને સંપૂર્ણ ફિટ થવામાં એશિયા કપની બીજી અથવા ત્રીજી મેચ સુધીનો સમય લાગશે. જેથી અમે સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે સંજૂ સેમસનને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

શ્રેયસ અય્યર સંપૂર્ણ ફિટ જાહેર

એશિયા કપ ટીમમાં વાપસી કરનારા શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે, તેમને સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓની લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી જોવા મળી રહી છે. સાથે ટીમની વાત કરવામાં આવે તો, ટીમમાં રાહુલ ઉપરાંત વિકેટકીપર તરીકે ઈશાન કિશનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

  • Follow us on: