• એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર
  • તિલક વર્માને એશિયા કપની ટીમમાં મળ્યું સ્થાન
  • વર્લ્ડકપ ટીમમાં પણ તિલકને મળી શકે સ્થાન

ક્રિકેટના ફેન્સ એશિયા કપ માટે ક્રિકેટ ટીમની રાહ જોઈ રહ્યા હતા. આ તમામ વચ્ચે ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે આજે ટીમની જાહેરાત કરી છે. જેમાં યુવા બેટ્સમેન તિલક વર્માને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એશિયા કપ માટે જાહેર કરવામાં આવેલી 17 સભ્યોની ટીમમાં તિલક વર્માને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તિલકે તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 150થી વધુ રન બનાવ્યા હતા

તિલક વર્માએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 5 મેચની T-20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરીને 150થી વધુ રન બનાવ્યા હતા. 20 વર્ષના તિલકના પ્રદર્શનને જોયા બાદ તેમને એશિયા કપની ટીમમાં સામેલ કરવાની ચર્ચા શરૂ થઈ હતી. હવે તેમને એશિયા કપની 17 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં પણ તિલકનો શાનદાર રેકોર્ડ

લિસ્ટ-એ ક્રિકેટમાં તિલક વર્માનો રેકોર્ડ જોવામાં આવે તો તેમણે 25 મેચમાં 1 હજાર 236 રન બનાવ્યાા છે. આ દરમિયાન તેમણે 2 સદી અને 5 ફિફ્ટી પણ ફટકારી છે. તિલકનું ઘરેલૂ ક્રિકેટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ ઉપરાંત ટે ટીમને સ્પિન બોલિંગનો ઓપ્શન પણ આપી શકે છે. જેની એક ઝલક વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ છેલ્લી T-20 મેચમાં જોવા મળી હતી.

વર્લ્ડકપ ટીમમાં પણ સ્થાન મેળવી શકે છે તિલક

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરીને મુખ્ય સિલેક્ટર અજીત અગકરે તિલક વર્માની ટીમમાં પસંદગી અંગે પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે, તિલક પ્રભાવશાળી ખેલાડી છે. જો તે વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવશે, તો તે એશિયન ગેમ્સમાં સામેલ થશે નહીં. જેથી એશિયા કપ તિલક માટે એક મોટી તક છે.

  • Follow us on: