- એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
- ટીમમાં 5 ફાસ્ટ બોલરને મળ્યું સ્થાન
- મુખ્ય સ્પિનરની ન કરવામાં આવી પસંદગી
એશિયા કપ 2023 માટે ભારતે 17 સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરી છે. આ ટીમમાં અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. અનેક ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાપસી થઈ છે. સાથે આ વખતે સ્પિન વિભાગમાં મોટા ફેરફાર થયા છે. ટીમમાં માત્ર કુલદીપ યાદવને જ મુખ્ય સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ એ કુલદીપ યાદવનો સાથ આપશે.
યુઝવેન્દ્ર ચહલ અને આર.અશ્વિનને ટીમમાં ન મળ્યું સ્થાન
ટીમમાં સ્ટાર સ્પિનર ચુઝવેન્દ્ર ચહલ અને અનુભવી સ્પિનર અશ્વિનને તક આપવામાં આવી નથી. એવું માનવામાં આવતું હતું કે, એશિયા કપના સ્ક્વોડના માધ્યમથી વર્લ્ડકપના સ્ક્વોડની ઝલક જોવા મળશે. વર્લ્ડકપ 2023 ભારતમાં રમવામાં આવશે અને ભારતમાં સ્પિન બોલિંગ ખુબ ફાયદાકાર સાબિત થતી હોય છે. હવે વર્લ્ડકપ સ્ક્વોડમાં એ જોવું દિલચસ્પ રહેશે કે, સ્પિન વિભાગમાં શું ફેરફાર જોવા મળી શકે છે.
ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
માત્ર એક મુખ્ય સ્પિનરની પસંદગી કરવી એ એશિયા કપમાં ભારતીય સ્પિન અટેકને કમજોર કરી શકે છે. કારણ કે, કુલદીપના બેકઅપમાં ટીમે કોઈ બીજા સ્પિનરને સ્ક્વોડમાં સામેલ કર્યા નથી. જેથી ભારતને આ ટૂર્નામેન્ટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કયા કોમ્બિનેશન સાથે ઉતરી શકે છે.
ફાસ્ટ બોલરથી જોવા મળી વર્લ્ડકપ સ્ક્વોડની તસ્વીર
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ માટે ભારતે કુલ 5 ફાસ્ટ બોલરની પસંદગી કરી છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં પણ આ જ પેસર્સ સાથે જઈ શકે છે.
એશિયા કપ 2023 માટે ભારતીય સ્ક્વોડ
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન(રિઝર્વ ખેલાડી).