• 30 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત થશે
  • BCCIએ હજુ ટીમ જાહેર કરી નથી
  • આવતીકાલે ભારતીય ટીમની જાહેરાત થશે

એશિયા કપનું આયોજન 30 ઓગસ્ટથી થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટ માટે આવતીકાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર ઉપરાંત ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ હાજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવતીકાલે બપોરે 12 વાગ્યે બેઠક કરવામાં આવશે. જે બાદ બપોરે 1:30 વાગ્યે 17 સભ્યોની ભારતીય ટીમ જાહેર કરવામાં આવશે.

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ હાજર રહેશે

આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા હાજર રહેશે અથવા વીડિયો કોલ દ્વારા જોડાશે. અજીત અગરકર અને રોહિત શર્મા ઉપરાંત બેઠકમાં ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ હાજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ BCCIની પસંદગી સમિતિને ઈનપુટ આપશે, પરંતુ ટીમ પસંદગી પર છેલ્લો નિર્ણય BCCIના પસંગદીકાર કરશે.

એશિયા કપ સાથે વર્લ્ડકપ પર નજર

એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને એશિયા કપ માટે ટીમ પસંદ કરવામાં આવશે. આમાં મોટા ભાગના એવા ખેલાડીને પસંદ કરવામાં આવશે. જે વર્લ્ડકપમાં પણ રમશે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરે થશે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં મેચ રમવામાં આવશે.

એશિયા કપ માટે ભારતની સંભવિત ટીમ-

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, સંજૂ સેમસન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાઝ

  • Follow us on: