• એશિયા કપ માટે હરભજન સિંહે બનાવી ટીમ
  • હરભજન સિંહે અય્યર અને સંજૂને ટીમમાં ન આપ્યું સ્થાન
  • તિલક વર્માને ટીમમાં આપ્યું સ્થાન

એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ છતાં ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આ તમામ વચ્ચે પૂર્વ ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે 2023 એશિયા કપ માટે ભારતીય ટીમ બનાવી છે.

BCCIએ હજુ ટીમની જાહેરાત કરી નથી

BCCIએ હજુ સુધી 2023 એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ 21 ઓગસ્ટ 2023એ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરશે.હજુ સુધી માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળે પોતાની ટીમની જાહેરાત કરી છે.

ભજ્જીએ 2 સ્ટાર ખેલાડીને ટીમમાં સ્થાન ન આપ્યું

હરભજન સિંહે 2023 એશિયા કપની ટીમમાં શ્રેયસ અય્યર અને સંજૂ સેમસનને સામેલ કર્યા નથી. અય્યર ઈજાના કારણે ટીમથી બહાર છે અને હજુ સંપૂર્ણ ફિટ થયો નથી. સાથે સેમસન વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની સીરિઝમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. જેથી હરભજન સિંહે આ બંને ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું નથી.

તિલક વર્માને ટીમમાં સ્થાન આપ્યું

હરભજન સિંહે 2023 એશિયા કપ માટે 16 સભ્યની ટીમ પસંદ કરી છે. હરભજને અક્ષર પટેલને 16માં ખેલાડી તરીકે ટીમમાં સ્થાન આપ્યું છે. હરભજને યુવા ખેલાડી તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. આ ઉપરાંત કેએલ રાહુલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.

એશિયા કપ માટે હરભજન સિંહની ટીમ-

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, કેએલ રાહુલ અને અક્ષર પટેલ.

  • Follow us on: