- મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટનનો મોટો દાવો
- પૂર્વ કેપ્ટને એશિયન ગેમ્સની હોકી ટીમ પર સવાલ ઉભા કર્યા
- ટીમમાં સામેલ અનેક ખેલાડીને કહ્યા અનફિટ
ભારતની દિગ્ગજ હોકી મહિલા ખેલાડી રાની રામપાલે દાવો કર્યો કે, એશિયાઈ ગેમ્સ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં અનેક અનફિટ ખેલાડી સામેલ છે. વધુમાં તેમણે કહ્યું કે, એવું માનવામાં આવે છે કે, આ અનફિટ ખેલાડીઓ રિટાયર થવાના મૂડમાં નથી.
રાની રામપાલની ટીમમાં પસંદગી ન થઈ
હોકી ઈન્ડિયાએ જાહેર કરેલી સંભવિત ટીમમાં રાની હાંગઝોઉ જનારી ટીમનો ભાગ નથી, જ્યારે તે ટોક્યો ઓલિમ્પિકમાં ઈજાગ્રસ્થ થયા બાદ સંપૂર્ણ ફિટ થઈ ચૂકી છે. ટોક્યો ઓલિમ્પિકમમાં રાનીના નૈતૃત્વમાં ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ટીમમાં અનેક ખેલાડી અનફિટ
તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રીય રમત રમી છું. હું શીર્ષ સ્કોરર રહી, પરંતુ આમ છતાં મારા નામનો વિચાર કરવામાં આવ્યો નહીં. જેથી પ્રદર્શનને લઈ કોઈ મુદ્દો છે જ નહીં. હું જાણું છું કે, એશિયાઈ ગેમ્સની ટીમમાં હું નથી. ટીમમાં અનેક ખેલાડી છે. જે અનફિટ છે અને હું તે ખેલાડીઓનું નામ લેવા માંગતી નથી.