• ભારતીય હોકી ટીમની જીત
  • ચોથી વખત એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો
  • મલેશિયાને 4-3થી હરાવ્યું

ભારતીય હોકી ટીમે મલેશિયાને 4-3થી હરાવી ચોથી વખત એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, ત્યારે ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું કે, એશિયન ચેમ્પિયન ટ્રોફીની જીતથી એશિયન ગેમ્સની તૈયારીને મદદ મળી છે. આ જીત સાથે હવે હોકી ટીમની નજર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પેરિસ ઓલમ્પિક 2024માં ક્વોલીફાઈ કરવામાં છે.

23 સપ્ટેમ્બરે એશિયન ગેમ્સ શરૂ થશે

એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં શરૂ થઈ રહી છે. જેથી ફુલ્ટનને પૂછવામાં આવ્યું કે, શું આ રોમાંચક ફાઈનલથી ભારતીય ટીમને મહાદ્વીપીય પ્રતિયોગિતોમાં મદદ મળશે. જેના જવાબમાં ફુલ્ટને કહ્યું કે, ફાઈનલ હંમેશા રોમાંચક હોય છે. ફાઈનલ મેચ ક્યારેય સરળ હોતી નથી. આ મેચ પણ શૂટઆઉટ સુધી જઈ શકે છે.

'અતિ ઉત્સાહિત થવાની જરૂર નથી'

તેમણે કહ્યું કે, આ સાથે જ હું એ પણ કહેવા માંગીશ કે, એશિયન ચેમ્પિયન ટ્રોફીએ એશિયન ગેમ્સ નથી. જેથી આપણે અતિ ઉત્સાહિત થવાની જરૂર નથી, પરંતુ જો તમે મને પૂછશો કે, એશિયન ગેમ્સમાં જીતો અને આ ફાઈનલ મેચ હારો, તો હું એશિયન ગેમ્સને જીતવા માંગીશ.

'મલેશિયા વિરુદ્ધની મેચ શાનદાર હતી'

ફુલ્ટને આગળ કહ્યું કે, મલેશિયા વિરુદ્ધની મેચ શાનદાર હતી. આ પહેલાં જાપાન વિરુદ્ધની મેચ પણ શ્રેષ્ઠ હતી. મલેશિયાની ટીમ પ્રથમ હાફમાં શાનદાર રમી હતી. અમે પણ ખરાબ રમ્યા નહતા.

  • Follow us on: