• ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
  • અશ્વિને ભારતીય ટીમને કર્યો સપોર્ટ
  • ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2023માં ભારતીય ટીમે પોતાના ગ્રુપ તબક્કાની છેલ્લે મેચ પાકિસ્તાન વિરુદ્ધ ચેન્નઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રમી હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર આર અશ્વિન પહોંચ્યા હતા. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અશ્વિન તમામ ખેલાડીઓને મળ્યો

અશ્વિને મેચ પહેલાં બંને ટીમના ખેલાડીઓ સાથે શેકહેન્ડ કર્યો હતો. ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2023ના સેમીફાઈનલમા પહોંચી ગઈ છે. સાથે પાકિસ્તાન હોકી ટીમ ભારત સામે હાર્યા બાદ ટૂર્નામેન્ટથી બહાર થઈ છે. પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારત વિરુદ્ધ ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરવાની હતી, પરંતુ ભારતે આ મેચ પર એકતરફી જીત મેળવી છે.


મેચમાં શું થયું?

હોકી મેચના પ્રથમ હાફમાં ભારતીય ટીમ એક ગોલ કરીને 1-0થી આગળ વધી હતી. આ ગોલ પ્રથમ હાફના એન્ડમાં થયો હતો. આ બાદ ટીમ ઈન્ડિયાએ વધુ 3 ગોલ કરીને 4-0થી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 અને જુગરાજ સિંહ અને આકાશદીપ સિંહે 1-1 ગોલ કર્યો હતો.

બીજા ક્વાર્ટરમાં 23મી મિનિટે ગોલ

કેપ્ટન હરમનપ્રીત સિંહે રમતના બીજા ક્વાર્ટરમાં 23મી મિનિટે ગોલ કર્યો હતો. જે બાદ ત્રીજા ક્વાર્ટરમાં એક વખત ફરી ભારતીય કેપ્ટને શાનદાર રમત બતાવીને એક ગોલ કર્યો હતો. જે બાદ ચોથા ક્વાર્ટરમાં એક વખત ફરી ભારતીય ટીમ તરફથી ગોલ કરવામાં આવ્યો હતો, પરંતુ રેફરીએ આ ગોલને અમાન્ય કર્યો હતો. જો કે, આ થયા બાદ આકાશદીપ સિંહે ભારત માટે વધુ એક ગોલ કર્યો હતો.

પહેલાં સાઉથ કોરિયાને હરાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પહેલાં સાઉથ કોરિયાને હરાવ્યું હતું અને તે પહેલાં ભારતીય ટીમે મલેશિયા વિરુદ્ધ 5-0થી જીત મેળવી હતી. ટૂર્નામેન્ટના સેમીફાઈનલ સુધી પહોંચવામાં ભારત તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

  • Follow us on: