• એક મિનિટના અંતરમાં બેક ટુ બેક ગોલ
  • પ્રથમ હાફ બાદ મેચનું પાસું પલટી ગયુ
  • ચારેય હાફમાં દમદાર પર્ફોમન્સ રહ્યુ

એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીમાં ભારતીય ટીમે ડંકો વગાડી દીધો છે. હોકીની મેચમાં ભારત અને મલેશિયા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. હવે ભારતીય હોકી ટીમ માટે ફાઈનલમાં રમવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીમાં ભારતીય હોકીની ટીમે જોરદાર સફળતા પ્રાપ્ત કરી છે. પ્રથમ હાફમાં જ ભારતીય ખેલાડીઓએ મેચ પર મજબુતી હાંસલ કરી લીધી હતી.

એક મોકો ન આપ્યો

ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ મલેશિયા સામેની મેચ 5-0થી જીતી લીધી છે. પ્રથમ હાફ બાદ મલેશિયાની ટીમને એક પણ મોકો આપવામાં ન આવ્યો. આ મેચ જોરદાર રહી હતી. ચારેય હાફમાં ભારતીય હોકી ખેલાડીઓએ જોરદાર ગોલ માર્યા હતા. એક સમયે તો એવું નક્કી જણાતું હતું કે, મેચ વન સાઈડ થઈ ચૂકી છે. પણ સતત 5 ગોલ કરીને મલેશિયાને માત આપી હતી. ભારતીય હોકી ટીમને કેપ્ટન હરમનપ્રીતસિંહ અને જુગરાજસિંહે મેદાન પર જોરદાર ફટકા માર્યા હતા. ટીમ ઈન્ડિયામાંથી કાર્તિ સેલવમે પ્રથમ ગોલ માર્યો હતો.

15 મિનિટમાં પહેલો ગોલ

ભારતીય હોકી ટીમમાંથી કાર્તિ સેલવમે માત્ર 15 મિનિટમાં જ પ્રથમ ગોલ કરીને ખાતું ખોલાવી દીધું હતું. સામે આક્રમક થઈ રહેલી મલેશિયાની ટીમને આગળ રમવાનો કોઈ મોકો આપ્યો ન હતો. સતત પાસ અને ફોરવર્ડિંગથી આખી મેચ જીતી હતી. એ પછી હાર્દિકસિંહે બીજો ગોલ માર્યો હતો. 32મી મિનિટે એક મહત્વનો ગોલ મળતા મલેશિયાની ટીમને મોટો ફટકો લાગ્યો હતો. જ્યારે ત્રીજો ગોલ હરમનપ્રીત કૌરે માર્યો હતો. 42મી મિનિટે લાગેલા ગોલથી મલેશિયાના ખેલાડીઓમાં એક હતાશા જોવા મળી હતી.

53મી મિનિટ મહત્વની રહી

બેક ટુ બેક ચાલી રહેલી ગેમમાં ચોથો ગોલ ગુરજંતસિંહે માર્યો હતો. 53 મી મિનિટે થયેલો ગોલ ખૂબ મહત્વનો હતો. જ્યારે એક મિનિટના અંતરમાં બીજો ગોલ લાગ્યો હતો. આમ મલેશિયાની ટીમ સામે ભારતીય હોકી ટીમે પાંચ ગોલ મારીને મેચ પૂરી કરી દીધી હતી. આમ વિજયકુચ કરતા હવે સેમી ફાઈનલમાં રમવાનો ચાન્સ મળી ચૂક્યો છે.

  • Follow us on: