- ભારતીય હોકી ટીમને મોટી સફળતા
- ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી
- સાઉથ કોરિયાને 3-2થી હરાવ્યું
એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 3-2થી હરાવ્યું છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી છે. ગત મેચમાં ભારતે મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. હવે સાઉથ કોરિયાને હરાવ્યું છે. આ મેચની વાત કરવામાં આવે તો, મેચમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ગોલ નીલકંઠ શર્માએ કર્યો હતો. તેમણે આ ગોલ મેચ શરૂ થયાના 6 મિનિટમાં થયો હતો. જો કે, સાઉથ કોરિયાએ શાનદાર પ્રદર્શન કરીને 12મી મિનિટમાં ગોલ કર્યો હતો.
બંને ટીમ માટે આ ખેલાડીઓએ કર્યો ગોલ
સાઉથ કોરિયા માટે સુંગહ્યુન કીમે 12મી મિનિટે ગોલ કર્યો હતો. જેથી બંને ટીમ 1-1 ગોલ સાથે બરાબરી પર આવી હતી. જે બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો હતો. જેથી ભારતીય ટીમ 2-1થી આગળ થઈ હતી. ભારત માટે ત્રીજા ક્વાર્ટરમાં મનદીપ સિંહે શાનદાર ગોલ કર્યો હતો. તેમણે આ ગોલ 33મી મિનિટે કર્યો હતો. જેથી ભારતીય ટીમ આ મેચમાં 3-1થી આગળ થઈ હતી.
ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી
સાઉથ કોરિયાની ટીમે આ મેચમાં વાપસીનો ખુબ પ્રયાસ કર્યો હતો. સાઉથ કોરિયાએ મેચ પૂર્ણ થવા સુધી માત્ર બીજો ગોલ કર્યો હતો. યાંગ જિહુને 58મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ પ્રકારે સ્કોર 3-2 થયો હતો. જેથી ભારતે 3-2થી જીત મેળવી છે. આ જીત બાદ ભારતીય ટીમે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીના સેમિફાઈનલમાં પોતાની જગ્યા નક્કી કરી છે.