- ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચ
- ભારત અને જાપાન વચ્ચે મેચ
- ભારતીય ટીમ 4 વખત ફાઈનલ મેચ રમી
એશિયાઈ ચેમ્પિયન ટ્રોફી હોકીના સેમીફાઈનલમાં ભારતીય ટીમે જાપાનને 5-0થી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમ 5 વર્ષ બાદ એશિયાઈ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચ્યું છે. બંને ટીમ વચ્ચે ચેન્નઈના મેયર રાધાકૃષ્ણનન સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. ભારતે આ જીત સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. હવે ભારત મલેશિયા વિરુદ્ધ 12 ઓગસ્ટે ફાઈનલ મેચ રમશે. મલેશિયાએ પહેલાં પહેલા સેમીફાઈનલમાં ગત ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 6-2થી હરાવ્યું હતું.
5 વર્ષ બાદ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી
ભારત 5 વર્ષ બાદ એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં પહોંચ્યું છે. ભારત છેલ્લી વખતે 2018માં ફાઈનલ મેચ રમ્યું હતું. આ સમયે પાકિસ્તાન સાથે ટીમ ઈન્ડિયા સંયુક્ત વિજેતા જાહેર થઈ હતી. સાથે 2011 અને 2016માં પણ ટીમ ચેમ્પિયન બની હતી. હવે ભારત 5મી વખત ફાઈનલ મેચ રમશે. જાપાનની વાત કરવામાં આવે તો, જાપાન 2021માં ઉપ-વિજેતા ટીમ હતી, પરંતુ આ વખતે સેમીફાઈનલમાંથ બહાર થયું છે.
ભારતે 5મો ગોલ કર્યો
ભારતે ચોથા ક્વાર્ટરની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ભારતે 51મી મિનિટે 5મો ગોલ કર્યો છે. હરમનપ્રીતે શમશેરને બોગ પાસ કર્યો, શમશેરે કાર્તીને પાસ કર્યો અને કાર્તીએ ટીમ ઈન્ડિયા માટે 5મો ગોલ કર્યો છે.
ત્રીજા ક્વાર્ટમાં ભારતનો ચોથો ગોલ
ભારતીય ટીમે જાપાન સામેના મેચમાં સ્થિતિ મજબૂત કરી છે. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ચોથો ગોલ કર્યો છે.
ભારતીય હોકી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઇનલ મેચ સુધી ભારતીય હોકી ટીમની સફર શાનદાર રહી છે. ભારતીય હોકી ટીમ રાઉન્ડ-રોબિન તબક્કામાં ચાર મેચ જીતીને અને એક મેચ ડ્રો કરીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જેથી ભારતને પણ આ સ્પર્ધા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે, જ્યારે લીગ રાઉન્ડમાં જાપાન અને ભારત વચ્ચે રમાયેલી મેચ એક-એકથી ડ્રો થઈ હતી. જેથી ભારતે જાપાનને નબળું સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં.
ભારત-જાપાન હેડ ટૂ હેડ
ભારત અને જાપાન વચ્ચે અત્યાર સુધી 34 મેચ રમવામાં આવી છે. જેમાં ભારતે 27 મેચમાં જીત મેળવી છે, જ્યારે જાપાને 3 મેચમાં જીત મેળવી છે. સાથે 4 મેચ ડ્રો થઈ છે. બંને ટીમનું રેન્કીંગ જોવામાં આવે તો, આમાં ખુબ મોટું અંતર છે. ભારતીય ટીમ રેન્કીંગમાં ચોથા સ્થાને છે, જ્યારે જાપાનની ટીમ અત્યારે 19માં સ્થાને છે.
2021માં ભારત હાર્યું હતું
જાપાને 2021માં રમવામાં આવેલા પ્રથમ સેમીફાઈનલમાં ભારતને 5-3થી હરાવ્યું હતું. ભારતીય ટીમ આ હારનો હિસાબ બરાબર કરવા મેદાનમાં ઉતરી છે. 2021ની મેચમાં ભારતીય ટીમને 15 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ભારતીય ટીમ માત્ર 1 ગોલ કરી શકી હતી. જેથી ભારતીય ટીમે આ મેચમાં 2021ની ભૂલ સુધારવાનો પણ પ્રયાસ કરવો પડશે.













