- BCCIએ એશિયા કપ માટે ટીમ જાહેર કરી
- ટીમમાં મુખ્ય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ન મળ્યું સ્થાન
- ઓલરાઉન્ડર અક્ષર પટેલને મળ્યું સ્થાન
BCCIએ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં મોટા ફેરફાર થયેલા જોવા મળી રહ્યા છે. BCCIએ જાહેર કરેલી 17 સભ્યોની સ્ક્વોડમાં સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું નથી. યુઝવેન્દ્ર ચહલને બદલે ટીમમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે.
17 સભ્યોની સ્ક્વોડમાં 3 સ્પિનરને મળ્યું સ્થાન
BCCIએ જાહેર કરેલી ટીમના સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવિન્દ્ર જાડેજા જોવા મળશે. એક મુખ્ય સ્પિનર સાથે 17 સભ્યોની સ્ક્વોડમાં માત્ર 3 સ્પિનર્સને તક આપવામાં આવી છે. જેથી હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, આ પ્લાન સાથે ટીમ ઈન્ડિયા કેટલી સફળતા મેળવી શકશે.
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ચહલે લીધી હતી 5 વિકેટ
ગત થોડા સમયથી ચહલ પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ક્રિય જોવા મળે છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી 5 મેચની T-20 સીરિઝમાં ચહલે 5 વિકેટ મેળવી હતી. હવે તેમની એશિયા કપની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી
6 ફાસ્ટ બોલરને ટીમમાં મળ્યું સ્થાન
એશિયા કપની 17 સભ્યોની ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા સહિત કુલ 6 ફાસ્ટ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. લાંબા સમય બાદ વાપસી કરનારા જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર હશે. આ ઉપરાંત મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝને પણ મોટી જવાબદારી મળશે. સાથે શાર્દુલ ઠાકુર અને લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનારા પ્રસિદ્ધ કૃષ્ણા પણ સ્ક્વોડનો ભાગ છે.
એશિયા કપ 2023 માટે ભારતીય સ્ક્વોડ
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીમત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન(રિઝર્વ ખેલાડી).