• ભારતની ઘરેલુ ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થશે
  • દુલીપ ટ્રોફીની પ્રથમ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે
  • દુલીપ ટ્રોફીની મેચો ટીવી પર સ્પોર્ટ્સ 18 ચેનલો પર પ્રસારિત કરાશે

ભારતની ઘરેલુ ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જેમાં સૂર્યકુમાર યાદવ, રૂતુરાજ ગાયકવાડ, રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે. જો કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટ નહીં રમે, તેમ છતાં સ્ટાર ખેલાડીઓથી સજ્જ ચાર ટીમોનો ઉત્સાહ ચરમસીમાએ રહેશે. આ ટુર્નામેન્ટ ક્યાં ફ્રીમાં માણી શકાશે, ચાલો જાણીએ તેની સંપૂર્ણ વિગતો...!

ચાર ટીમો વચ્ચે 6 મેચ રમાશે

દુલીપ ટ્રોફી અંતર્ગત ચાર ટીમો 6 મેચ રમશે. તેની શરૂઆત બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. જ્યારે છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. તમામ ટીમો રાઉન્ડ રોબિન હેઠળ મેચ રમશે. જેમાં દરેક ટીમ બીજી ટીમ સાથે સ્પર્ધા કરશે. શુભમન ગિલને ટીમ Aનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ટીમ Bની કપ્તાની અભિમન્યુ ઇશ્વરનના હાથમાં રહેશે. જ્યારે ટીમ-સીના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને ટીમ-ડીના કેપ્ટન શ્રેયસ અય્યર હશે.

તમે મફતમાં મેચો ક્યાં જોઈ શકો છો?

દુલીપ ટ્રોફીની મેચો ટીવી પર સ્પોર્ટ્સ 18 ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે મોબાઈલ પર તેને Jio સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમ કરી શકાય છે.

દુલીપ ટ્રોફીની ટીમો

ટીમ A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, આવેશ ખાન, વિઘ્વથ કાવેરપ્પા, કુમાર કુશાગ્ર , શાસ્વત રાવત.

ટીમ B: અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન.

ટીમ C: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બાબા ઈન્દરજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ઉમરાન મલિક, વિજયકુમાર વયષ્ક, અંશુલ ખંભોજ, મયંક માર્કંડે, આર્યન ઝુયાલ, સંદીપ વોરીયર

ટીમ D: શ્રેયસ ઐયર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સારંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત, સૌરભ કુમાર.

  • Follow us on: