• વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત
  • ચીફ સિલેક્ટરેે 15 સભ્યોની સ્ક્વોડની કરી જાહેરાત
  • એશિયા કપમાં રમતા મોટાભાગના ખેલાડીને મળી તક

વનડે વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોના ભારતીય સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદ યોજીને ટીમની જાહેરાત કરી છે. વિશ્વ માટે ટીમનું કોમ્બિનેશન ખુબ દિલચસ્પ રહ્યું છે. ટીમમાં 5 બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર, 2 વિકેટકીપર, 4 ફાસ્ટ બોલર અને 1 સ્પિનરની પસંદગી કરવામાં આવી છે.

મુખ્ય 5 બેટ્સમેન

ટીમમાં મુખ્ય બેટ્સમેનમાં ખુદ કેપ્ટન રોહિત શર્મા આવે છે. જે બાદ વિરાટ કોહલી ટીમમાં અનુભવી બેટ્સમેન તરીકે હાજર છે. પછી યુવા બેટ્સમેન શુભમન ગિલ જોવા મળે છે. જે બાદ શ્રેયસ અય્યરની મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે અને સૂર્યકુમાર યાદવની 5માં બેટ્સમેન તરીકે પસંદગી કરવામાં આવી છે.

વિકેટકીપિંગ માટે આ 2 ખેલાડીને મળી તક

વિકેટકીપિંગ ડિપાર્ટમેન્ટમાં કેએલ રાહુલ અને ઈશાન કિશનને તક આપવામાં આવી છે. રાહુલ વિકેટકીપર તરીકે ટીમમાં પ્રથમ પસંદ રહશે. ઈશાન કિશનને બેકઅપ કીપર તરીકે ટીમમાં સ્થાન અપાયું છે.

ટીમમાં 3 ઓલરાઉન્ડરને મળ્યું સ્થાન

ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

માત્ર એક મુખ્ય સ્પિનરને મળી તક

ટીમમાં માત્ર એક મુખ્ય સ્પિનર કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. જો કે, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ સ્પિન વિભાગમાં કુલદીપ યાદવનો સાથ આપશે.

4 ફાસ્ટ બોલરને ટીમમાં સ્થાન મળ્યું

વર્લ્ડકપના સ્ક્વોડમાં 4 ફાસ્ટ બોલરને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને શાર્દુલ ઠાકુર સામેલ છે. શાર્દુલ એવા બોલર છે, જે અંતમાં આવીને સારીને બેટિંગ કરી શકે છે.

વર્લ્ડકપ 2023 માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

  • Follow us on: