- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- અશ્વિનની જગ્યાએ આ ખેલાડીને મળી શકે તક
- ભારત પ્રથમ મેચ જીત્યું, અફઘાનિસ્તાનની થઇ હતી હાર
આજે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેના પ્લેઇંગ-11માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમ આર. અશ્વિનને પડતો મુકી તેના સ્થાન પર શાર્દુલ ઠાકુરને તક આપી શકે છે. કારણ કે આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે અને અહીંની પીચ ચેન્નઇની પીચ કરતા તદ્દન અલગ છે.
અશ્વિનની જગ્યાએ આ ખેલાડીને મળશે તક
ચેન્નઇના એમ ચિદમ્બરમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી વિકેટને કારણે ભારતે આ વ્યૂહરચના અપનાવી હતી. હવે દિલ્હીની વિકેટ ચેન્નઇ જેટલી સ્પિન ફ્રેન્ડલી ન હોવાથી ભારતીય ટીમ સ્પિન ઓલરાઉન્ડરને બદલે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને તક આપી શકે છે. અહીં આર અશ્વિનની જગ્યાએ મોહમ્મદ શમી પણ રમી શકે છે. પરંતુ શાર્દુલનો દાવો વધુ મજબૂત છે કારણ કે તે આક્રમક બેટિંગ કરવામાં સક્ષમ છે. બીજી તરફ અફઘાનિસ્તાન તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે ખરાબ રીતે હારી ગયું હતું, તેમ છતાં અફઘાનિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે.
ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરશે
શુભમન ગિલ આજની મેચમાં પણ મેદાન પર જોવા નહીં મળે. તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી આવ્યો નથી. તે હજુ ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેથી ફરી એકવાર ઇશાન કિશન જ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
બંન્ને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, નજીબુલ્લા ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, નવીન ઉલ-હક, મુજીબ ઉર રહમાન, ફઝલહક ફારૂકી.