- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની તૈયારીઓ શરૂ
- ભારતીય ટીમ માટે નંબર 4 બેટિંગની સ્થિતિનો અવરોધ ઉભો થયો
- ભારતીય ટીમ પાસે નંબર 4 પર બેટીંગ કરનાર ઘણા દાવેદારો છે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભારત ટીમમા વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી જોઇ ચાહકોમા ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય ટીમ માટે એક નવો મુશ્કેલી ઉભી થઈ છે. નંબર 4 બેટિંગની સ્થિતિ ભારત માટે ફરી એક સમસ્યા બની ગઇ છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી વર્લ્ડ T20 શરૂ થવા જઈ રહી છે. રમાવનારી T20 સિરીઝ માટે બંને ટીમોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં જે રીતે પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું તેને ભારત ક્યારેય હળવાશથી લેવા માંગશે નહીં. એક તરફ ચાહકો વિરાટ કોહલી અને રોહિત શર્માની T20માં વાપસી થવાની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય ટીમ માટે નંબર 4 બેટિંગની સ્થિતિનો અવરોધ ઉભો થયો છે. અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી નથી. સૂર્યકુમાર યાદવ પણ ઈજાના કારણે બહાર છે, તેથી 4 નંબર પર બેટિંગ કરવા કોણ આવશે તે એક મોટો પ્રશ્ન છે.
અય્યર અને સૂર્યા બંને આઉટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ રમાશે. બીજી મેચ 14 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ રમાશે. ભારતીય ટીમમા રોહિત અને વિરાટ જેવા દિગ્ગજ ખેલાડીઓની વાપસીથી ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે, પરંતુ નંબર 4 પર કોણ બેટિંગ કરશે તે એક મોટો પ્રશ્ન છે. પાછલા 2-3 વર્ષથી શ્રેયસ અય્યર T20માં નંબર 4 પર બેટિંગ કરતો હતો. અફઘાનિસ્તાન સામેની સિરીઝમા તેની પસંદગી કરવામાં આવી નથી. સૂર્યા પહેલેથી જ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે નંબર 4 પર કોઈ બેટીંગ કરનાર કોઇ અનુભવી ખેલાડી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા કોઇ નવા યુવા ખેલાડીને આ જવાબદારી આપી શકે છે.
જવાબદારી કોને મળી શકે
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા 4 નંબર પર બેટિંગની જવાબદારી તિલક વર્માને સોંપી શકે છે. આ સિવાય જીતેશ શર્માને પણ આ સ્થાન પર બેટિંગ માટે મોકલી શકાય છે. તે જ સમયે, જો સંજુ સેમસનને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તો તેને પણ આ સ્થાન પર બેટિંગ માટે મોકલી શકાય છે. આવી સ્થિતિમાં, નંબર 4નું સ્થાન ભારતીય ટીમ માટે મુશ્કેલી બની ગયું છે.