• રાયપુરમાં યોજાશે INDvsAUSચોથી T20
  • ટીમ ઈન્ડિયા આ પહેલાની મેચ હારી ગઈ હતી
  • પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ

યજમાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6:30 કલાકે થશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો સિરીઝ જીતવા ઉપરાંત વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે. ભારતીય ટીમ પાકિસ્તાનને પાછળ છોડી દેશે અને સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનારી ટીમ બની જશે.

પાકિસ્તાનને પાછળ કરવાન તક

ભારતે અત્યાર સુધીમાં 211 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 135 જીતી છે. તેણે 66 મેચ ગુમાવી છે, 4 મેચ ટાઈ રહી છે અને 6 મેચ અનિર્ણિત રહી છે. જ્યારે પાકિસ્તાને 226 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી 135 જીતી છે. તે 82 હારી છે અને 3 મેચ ટાઈ રહી છે. પાકિસ્તાનની 6 મેચ અનિર્ણિત રહી છે. વધુ એક જીત સાથે ભારતીય ટીમ પાકિસ્તાનને પાછળ છોડી દેશે. સૂર્યકુમાર યાદવ 2000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાથી માત્ર 21 રન દૂર છે. આવું કરનાર તે ચોથો ભારતીય હશે. ભારતે 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ મેચમાં મુલાકાતી ટીમ ઓસ્ટ્રેલિયાને બે વિકેટે અને 26 નવેમ્બરે બીજી મેચમાં 44 રનથી હરાવ્યું હતું.

સૂર્યકુમારનો રેકોર્ડ રહ્યો

ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ભારત અને કાંગારૂ ટીમ વચ્ચે T-20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 10 સીરીઝ રમાઈ છે. તેમાંથી પાંચમાં ભારતે અને બેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડે આ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. સિરીઝની પ્રથમ ત્રણ મેચમાં તેણે એકમાં સદી અને એકમાં અડધી સદી ફટકારી છે. જ્યારે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવ સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબર પર છે. તેણે ત્રણ મેચમાં 138 રન બનાવ્યા છે. આ વર્ષે સૂર્યા ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે પણ ટોપ પર છે. બોલિંગમાં રવિ બિશ્નોઈનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

  • Follow us on: