• ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2024-25નું શિડ્યુલ કર્યું જાહેર
  • મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર કર્યું
  • આ સિરીઝ 22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રમાશે

જ્યાં ભારતીય ટીમ આ વર્ષે T20 વર્લ્ડ કપમાં રમશે. તે જ સમયે, છેલ્લી બે સિઝનમાં સતત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમનારી ટીમ ઈન્ડિયાની સૌથી લોકપ્રિય ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ જાહેર થયું છે. મંગળવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી વર્ષ માટે તેની મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પણ જાહેરાત કરવામાં આવી છે. આમાં કુલ પાંચ ટેસ્ટ મેચ રમાશે અને આ સિરીઝ 22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રમાશે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું આયોજન કરવામાં આવશે.

સંપૂર્ણ શેડ્યૂલ જુઓ

  • પ્રથમ ટેસ્ટઃ 22-26 નવેમ્બર, પર્થ
  • બીજી ટેસ્ટ: 6-10 ડિસેમ્બર, એડિલેડ (ડે નાઇટ ટેસ્ટ)
  • ત્રીજી ટેસ્ટ: 14-18 ડિસેમ્બર, બ્રિસ્બેન
  • ચોથી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર, મેલબોર્ન
  • પાંચમી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી, સિડની

 

ભારતીય ટીમ કાંગારુઓથી આગળ

અત્યાર સુધીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું કુલ 16 વખત આયોજન કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 10 વખત હરાવ્યું છે. કાંગારૂ ટીમ માત્ર 5 વખત જીતી શકી છે. જ્યારે 2003-04માં એકવાર શ્રેણી ડ્રો થઈ હતી. જ્યારે છેલ્લી પાંચ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાંથી ભારતે સતત ચાર જીત મેળવી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરે બે વખત હરાવ્યું છે. હવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયામાં 17મી બોર્ડર ગાવસ્કર ટ્રોફી યોજાવા જઈ રહી છે.

ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે

ભલે ઓસ્ટ્રેલિયન ટીમ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. પરંતુ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું છે. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ભારતીય ટીમ ટોપ પર છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે અને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણી પણ રમવાની છે. ભારતીય ટીમ અગાઉની બંને આવૃત્તિની ફાઈનલ રમી ચૂકી છે. ગત વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને ફાઇનલમાં હરાવ્યું હતું. અને તે પહેલા 2021માં ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં ભારતની આશા તોડી હતી.

  • Follow us on: