- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી મેચમાં ભારતની 5 વિકેટે જીત
- અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં ન આપ્યા 10 રન
- મેચ બાદ અંપાયરને લઈ રિએક્શન વાયરલ
ભારતીય ટીમે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 5મી એટલે કે T20I સીરિઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છેલ્લી ઓવરમાં 10 રન ન આપીને ટીમ માટે હીરો બન્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો કંઈક બીજું જ કહેતા જોવા મળી રહ્યા છે. ક્રિકેટ ફેન્સ અંપાયરને ભારતની જીતનો અસલી હીરો કહી રહ્યા છે.
અર્શદીપ સિંહે નાખી હતી છેલ્લી ઓવર
ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી. આ ઓવર લાવનારા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પહેલો બોલ બાઉન્સર નાખ્યો હતો. જે સ્ટ્રાઈક પર રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યૂ વેડના માથા ઉપર ગયો, પરંતુ લેગ અંપાયરે પણ તેને વાઈડ આપ્યો નહતો. જે બાદ ત્રીજા બોલ પર મેથ્યૂ વેડ આઉટ થયો હતો અને ચોથા બોલ પર 1 રન આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાને 2 બોલમાં 9 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર રહેલા નાથન એલિસે સીધો શોટ રમ્યો, જે અર્શદીપના હાથમાં વાગ્યો અને અંપાયરને વાગ્યો અને બોલ ત્યાં જ અટકી ગયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને 1 બોલમાં 8 રન કરવાના હતા અને અર્શદીપે છેલ્લા બોલ પર માત્ર 1 રન ખર્ચીને ભારતને જીત અપાવી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે શું લખ્યું?
છેલ્લી ઓવરમાં અંપાયર સાથેની ઘટના બાદ એક યૂઝરે અંપાયર અંગે લખ્યું કે, અંપાયર સરસ ફીલ્ડિંગ. આ ઉરરાંત અન્ય ફેન્સે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, અંપાયરે બાઉન્ડ્રી બચાવી છે.
ટીમ ઈન્ડિયાની 6 રને જીત
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 160 રન બનાવ્યા હતા. જે બાદ ટાર્ગેટનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 154 રન જ બનાવી શકી હતી.