- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી મેચમાં ભારતીય ટીમની 20 રને જીત
- મેચ જીતવા સાથે ટીમે સીરિઝ પણ પોતાના નામે કરી
- રિંકૂ સિંહે મેચમાં નિભાવી ફિનિશરની ભૂમિકા
રિંકૂ સિંહે લાંબો સફર કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની બ્લૂ જર્સી પહેરી છે. IPL 2023માં અંતિમ ઓવરમાં સળંગ 5 સિક્સ ફટકારીને કેકેઆરને જીત અપાવી સમાચારમાં આવેલા રિંકૂ સિંહે હવે જણાવ્યું કે, કેવી રીતે તે શાનદાર સિક્સ મારવામાં સફળ રહે છે. રિંકૂ અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની T20 સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ છે.
3 મેચમાં રિંકૂએ ફિનિશનરની ભૂમિકા નિભાવી
સીરિઝમાં અત્યાર સુધી રમવામાં આવેલી 4 મેચની 3 ઈનિંગમાં રિંકૂ સિંહે ફિનિશરની ભૂમિકા નિભાવી છે. 3માંથી 2 ઈનિંગમાં રિંકૂ સિંહ અણનમ રહ્યો છે. રાયપુરમાં રમવામાં આવેલી ચોથી મેચમાં રિંકૂએ 29 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 46 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન યુવા જિતેશ શર્મા તેની સાથે ક્રીઝ પર હાજર હતો. બંનેએ 5મી વિકેટ માટે 32 બોલમાં 56 રનની પાર્ટનરશિપ કરી હતી.
જિતેશ શર્માએ રિંકૂ સિંહ સાથે વાતચીત કરી
ચોથી T20 બાદ રિંકૂ સિંહે જિતેશ શર્મા સાથે વાતચીત કરીને લાંબા અને શાનદાર સિક્સ ફટકારવાનો રાજ ખોલ્યો છે. જેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યો છે. વીડિયોમાં જિતેશ શર્માએ રિંકૂ સિંહને પૂછ્યું કે, તમારી 100 મીટર લાંબી સિક્સનું રહસ્ય શું છે. જેનો જવાબ આપીને રિંકૂએ કહ્યું કે, કાંઈ નહીં, હું જિમ કરૂં છું. સારૂં ભોજન લવ છું અને વજન ઉઠાવવાનો શોક છે. મારી અંદર નેચુરલ પાવર છે.