• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T-20 મેચની સીરિઝમાં ભારતની જીત
  • ભારતીય ટીમે 3-1થી જીતી સીરિઝ
  • હવે આવતીકાલે રમવામાં આવશે અંતિમ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ રાયપુરના શહીદ વીર નારાયણસિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ મેચમાં ભારતે 20 રને જીત પોતાના નામે કરી હતી, પરંતુ શું તમે જાણો છે કે, શહીદ વીર નારાયણસિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ચોથી T-20 ઈલેક્ટ્રિસિટી નહીં પરંતુ જનરેટર અને પાવર બેકઅપના ભરોસે રમવામાં આવી હતી.

સ્ટેડિયમમાં 3.1 કરોડનું વીજ બિલ છે બાકી

મળતી માહિતી મુજબ, અંદાજે 3.1 કરોડનું બિલ બાકી હોવાના કારણે આજથી 5 વર્ષ વર્ષ પહેલાં મેદાનનું લાઈટ જોડાણ કાપવામાં આવ્યું હતું. સાથે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ સંઘે 1.4 કરોડ રૂપિયાની કિંમત ચૂકવીને જનરેટરની વ્યવસ્થા કરી હતી. લાઈટ્સની અંદર થનારી મેચ માટે અંદાજે 1000KW પાવરની જરૂર હોય છે. જેમાં 600KW માત્ર ફ્લડલાઈટ્સને જોઈએ છે. આ ઉપરાંત બાકી વસ્તુ ચલાવવા માટે અંદાજે 435KW પાવરની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે, મેદાનને 2010માં વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું હતું. જેને 2018માં કાપવામાં આવ્યું હતું.

200થી ઓછો સ્કોર કરીને ટીમ ઈન્ડિયા મેચ જીતી

આ પહેલાં ગુવાહાટીમાં રમવામાં આવેલી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 222 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ગઈકાલની મેચમાં ભારતીય ટીમે 20 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 175 રન બનાવ્યા હતા. આમ છતાં ભારતીય ટીમની 20 રને જીત થઈ હતી. પ્રથમ બેટિંગ કરનારી ભારતીય ટીમ માટે રિંકૂ સિંહે સૌથી વધુ 29 બોલમાં 46 રન બનાવ્યા હતા. જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ છે.

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 154 રન

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિન ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 154 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ભારત માટે અક્ષર પટેલે સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત દીપક ચહરે 2 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સાથે રવિ બિશ્નોઈ અને આવેશ ખાનને 1-1 સફળતા મળી હતી

  • Follow us on: