- ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફરી એકવાર મેદાન પર થશે ટક્કર
- ઓસ્ટ્રેલિયામાં પિંક બોલથી બે ડે-નાઈટ પ્રેક્ટિસ ટેસ્ટ મેચ રમાશે
- ભારત અને પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન વચ્ચે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફરી એકવાર મેદાન પર ટકરાવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો વચ્ચે પિંક બોલથી બે ડે-નાઈટ પ્રેક્ટિસ ટેસ્ટ મેચ રમાશે. આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારત અને પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાને 6 ડિસેમ્બરથી એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે, તે પહેલા આ ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ ટીમ ઈન્ડિયાને ઘણી મદદ કરી શકે છે.
ભારત 20 વર્ષમાં પ્રથમ વખત પ્રાઇમ મિનિસ્ટર ઈલેવન સામે ટકરાશે
વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ચોથી વખત પ્રાઇમ મિનિસ્ટર ઈલેવનનો સામનો કરવા જઈ રહી છે. છેલ્લા 20 વર્ષમાં બંને વચ્ચે આ પ્રથમ ટક્કર છે. 20 વર્ષ પહેલા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનના કેપ્ટન સ્ટીવ વો હતા, તેમની કેપ્ટનશીપમાં ટીમ ભારતીય ટીમ સામે રમી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાની કમાન રાહુલ દ્રવિડના હાથમાં હતી. ઓસ્ટ્રેલિયા ટીમના વર્તમાન રાષ્ટ્રીય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડને પણ વડાપ્રધાન ઈલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીનું મોટું નિવેદન
આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિક હોકલીએ જણાવ્યું હતું કે, "અમને આ વર્ષની પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન મેચમાં ભારતની ભાગીદારીની પુષ્ટિ કરતા આનંદ થાય છે, જે ક્રિકેટ કેલેન્ડરમાં આ મેચના મહત્વ પર ભાર મૂકે છે."
ડે-નાઈટ ટેસ્ટ વોર્મ-અપ મેચ ક્યારે થશે?
આ બે દિવસીય ડે-નાઈટ પ્રેક્ટિસ ટેસ્ટ મેચ 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કેનબેરાના મનુકા ઓવલ ખાતે ટીમ ઈન્ડિયા અને પ્રાઇમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાશે.
ભારત હજુ સુધી પિંક બોલની એકપણ ટેસ્ટ મેચ હાર્યું નથી
ભારતીય ટીમે અત્યાર સુધીમાં ત્રણ પિંક બોલ ટેસ્ટ મેચ રમી છે. આ ત્રણ ગુલાબી બોલ ટેસ્ટ મેચો ટીમ ઈન્ડિયા દ્વારા બાંગ્લાદેશ (2019), ઈંગ્લેન્ડ (2021) અને શ્રીલંકા (2022) સામે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ ત્રણેય મેચ જીતી હતી.