• બાંગ્લાદેશની બીજી ઈનિંગ થઈ શરૂ
  • ભારતે બીજી ઈનિંગમાં બનાવ્યા 258 રન, 2 વિકેટનું નુકસાન
  • બીજી ઈનિંગમાં ગિલ અને ચેતેશ્વરની સદી

આજે IndVsBan 1st Testના ત્રીજા દિવસની શરૂઆત ભારતીય ટીમે બેટિંગ સાથે કરી હતી. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 404 રન બનાવ્યા હતા અને સામેની ટીમ એટલે કે બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા. આ પછી બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 258 રહ્યો. જેમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ પોતાની સદી બનાવી. આ સમયે બાંગ્લાદેશને 511 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો અને 12 ઓવર બાદ બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા. હવે ચોથા દિવસની મેચમાં બાંગ્લાદેશી ખેલાડીઓ શું કમાલ કરશે તે જોવું રહ્યું. 

બાંગ્લાદેશનો 12 ઓવરમાં સ્કોર 42/0, ચોથા દિવસે ચાલુ રહેશે મુકાબલો

10 ઓવરમાં બીજી ઈનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર 26/0  

 

ભારતે 258 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી, બાંગ્લાદેશની બીજી ઈનિંગ થઈ શરૂ

 

60 ઓવરમાં ભારતનો સ્કોર 251/2, ચેતેશ્વર પૂજારા સદીની નજીક

50 ઓવરમાં ભારતનો સ્કોર 188-2 

49મી ઓવરમાં શુભમન ગિલ થયો આઉટ

 

47મી ઓવરમાં શુભમન ગિલે બનાવી સદી

 

40 ઓવરમાં ભારતનો સ્કોર 142-1 

 

શુભમન ગિલે બનાવ્યા 60થી વધુ રન

શુભમન ગિલે અર્ઘશતક પૂરું કર્યું. આ સાથે ગિલના ટેસ્ટ કરિયરનુ આ પાંચમું અર્ધશતક છે. ગિલે 84 બોલ પર તેની ફિફ્ટી પૂરી કરી અને કુલ 6 ચોગ્ગા માર્યા હતા. 

 

ભારતે 10 ઓવરમાં બનાવ્યો 24/0 નો સ્કોર

ઈનિંગ બ્રેક બાદ ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ શરૂ થઈ છે. હાલમાં કે.એલ. રાહુલ અને શુભમન ગિલ મેદાન પર છે. 

   

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. તો આ પછી બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી. એટલે કે ભારતને 254 રનની લીડ મળી છે.

બાંગ્લાદેશી બેટ્સમેનો ન દેખાડી શક્યા કમાલ

બાંગ્લાદેશનો પ્રથમ દાવ 150 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય બોલરો ખાસ કરીને કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરતાં બાંગ્લાદેશી બેટ્સમેનોને સેટ થવાની તક આપી ન હતી. કુલદીપે 5 અને સિરાજે 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતનો પ્રથમ દાવ 404 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમ તરફથી ચેતેશ્વર પૂજારાએ 90 અને શ્રેયસ અય્યરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને 58 અને ઋષભ પંતે પણ ઈનિંગમાં મોટું યોગદાન આપ્યું હતું.

 

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આજે ત્રીજો દિવસ છે. ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા છે. આ પછી બાંગ્લાદેશે 149ના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી છે. મેંહદી હસન મિરાજ અને ખાલિદ અહેમદ ક્રિઝ પર છે. બાંગ્લાદેશને ફોલોઓનનું જોખમ છે. તેને ફોલોઓન બચાવવા માટે હજુ 56 રનની જરૂર છે. કુલદીપે 5 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 3 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત બાંગ્લાદેશની તરફથી મુશ્ફિકર રહીમે સૌથી વધુ 28 રન બનાવ્યા છે. તેના ઉપરાંત લિટન દાસે 24 રન અને ઝાકિર હસને 20 રન બનાવ્યા હતા. 

  • Follow us on: