- IPLની તર્જ પર દુનિયાભરમાં ઘણી ક્રિકેટ લીગ રમાઈ રહી છે, પાકિસ્તાન સુપર લીગ તેમાંથી એક
- પાકિસ્તાનની T20 લીગમાં રિઝર્વ ખેલાડીઓ પણ બેન્ચ પર બેઠેલા જોવા મળે છે: રિઝવાન
- PSL એ આખી દુનિયાને ચોંકાવી દીધી છે: પાકિસ્તાની ખેલાડી
IPL એ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, જેમાં માત્ર ખેલાડીઓને જ કરોડો રૂપિયા જ નહીં પરંતુ દર્શકોને પણ દુનિયાભરના તોફાની ખેલાડીઓને જોવાનો મોકો મળે છે. જોકે પાકિસ્તાનના ખેલાડીઓ આમાં ભાગ નથી લઇ શકતા.
રિઝર્વ ખેલાડીઓ પણ બેન્ચ પર બેઠેલા જોવા મળે છે
IPLની તર્જ પર દુનિયાભરમાં ઘણી ક્રિકેટ લીગ રમાઈ રહી છે, પાકિસ્તાન સુપર લીગ તેમાંથી એક છે. PSL ડ્રાફ્ટ હેઠળ ખેલાડીઓની ખરીદી કરવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન મોટું નિવેદન આપતા દેખાયા હતા હતો. રિઝવાનનું કહેવું છે કે પાકિસ્તાન સુપર લીગ (PSL) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરતા પણ મોટી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની T20 લીગમાં રિઝર્વ ખેલાડીઓ પણ બેન્ચ પર બેઠેલા જોવા મળે છે.
PSLએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે
રિઝવાને કહ્યું- અમે કહેતા હતા કે IPL છે, હવે જો તમે એવા ખેલાડીઓને પૂછો છો કે જેઓ અહીં રમીને પાછા જાય છે તો તેઓ કહી રહ્યા છે કે આ દુનિયાની સૌથી મુશ્કેલ લીગ છે કારણ કે તેમાં કોઇ જો રિઝર્વ ખેલાડી પણ હોય છે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર બહાર બેન્ચ બેઠેલા હોય છે. રિઝવાને આગળ કહ્યું- દેખીતી રીતે બધા જાણે છે કે પીએસએલએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે સફળ થશે નહીં. એક ખેલાડી તરીકે અમને એવું પણ લાગે છે કે તેણે વિશ્વભરમાં પોતાનું નામ બનાવ્યું છે.
IPLમાં 10 ટીમ સામેલ
PSLની તુલનામાં આઈપીએલમાં 10 ટીમો છે. PSL એ માત્ર છ ટીમો પર આધારિત લીગ છે. તેના ટોચના ખેલાડીઓને IPL પ્લેયરની બેઝ પ્રાઈસ જેટલી રકમ મળે છે. આ દરમિયાન પેશાવર ઝાલ્મીએ પોતાનો કેપ્ટન બદલ્યો છે. પેશાવર જાલ્મીની કેપ્ટનશીપમાં બાબરે વહાબ રિયાઝની જગ્યા લીધી છે.