- IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને લાગૂ કરાશે
- ટીમે ટોસ સમયે પ્લેઈંગ 11 સાથે 4 ઇમ્પેક્ટ પ્લેયરના નામ આપવા પડશે
- વિદેશી ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયરમાં સામેલ કરી શકાશે નહીં
IPLમાં પણ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને લાગૂ કરવામાં આવશે. આ નવા નિયમના આધારે ટીમને ટોસની સમયે પોતાની પ્લેઈંગ ઈલેવનની સાથે સાથે એ 4 પ્લેયર્સના નામ આપવાના રહેશે જે તેમના ઈમ્પેક્ટ પ્લેયર હશે. હવે આ નિયમને લઈને અપડેટ આવ્યું છે. આ નિયમ અનુસાર કોઈ પણ વિદેશી ખેલાડી આ નિયમનો ભાગ બની શકશે નહીં. એટલે કે ટીમ વિદેશી ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયરના લિસ્ટમાં સામેલ કરી શકશે નહીં.
વિદેશી ખેલાડી નહીં બને ઈમ્પેક્ટ પ્લેયર
મળતી માહિતી અનુસાર બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીને કહ્યું કે કોઈ પણ વિદેશી ખેલાડી ઈમ્પેક્ટ પ્લેયર ન બની શકે. મતલબ કે કેપ્ટન ટોસના સમયે પ્લેઈંગ ઈલેવનના લિસ્ટની સાથે ઈમ્પેક્ટ ખેલાડીઓનું લિસ્ટ આપશે જેની પર ઈમ્પેક્ટ પ્લેયર્સના લિસ્ટમાં કોઈ વિદેશી ખેલાડીનું નામ નહીં હોય.
શું છે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ
આ નિયમના અનુસાર ટીમ રણનીતિના આધારે કોઈ પણ એક ખેલાડી સબ્સિટ્યૂટને આધારે મેદાનમાં ઉતારશે. ટોસના સમયે ટીમને પ્લેઈંગ ઈલેવનની સાથે પોતાના 4 સબ્સિટ્યૂટ ખેલાડીને ગણાવવાના રહેશે. આ 4 ખેલાડીમાંથી ટીમ કોઈ પણ એક ખેલાડીનો ઉપયોગ કરીને ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં કરી શકશે. સબ્સિટ્યૂટને મેચના 14મા ઓવર સુધી મેદાનમાં ઉતારી શકાશે.
મિની ઓક્શન માટે 991 ખેલાડી થશે સામેલ
IPL 2023ને માટે થનારા મિની ઓક્શનમાં કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટર કરાવ્યું છે. તેમાં 714 ભારતીય ખેલાડી અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ વિદેશી ખેલાડીમાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયાના 57 ખેલાડી છે. આ સિવાય સાઉથ આફ્રિકાના કુલ 52 ખેલાડી હશે. આ ખેલાડીમાં કુલ 185 કેપ્ડ ખેલાડી અને 786 અનકેપ્ડ ખેલાડી ભાગ લેશા. ઉલ્લેખનીય છે કે મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરે કોચ્ચિમાં યોજાશે.