- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
- આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી સરસાઈ મેળવી
- રાંચી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે જેમ્સ એન્ડરસન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો આંચકો લાગી શકે છે. કારણ કે ટીમનો મજબૂત બોલર રાંચી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. વાસ્તવમાં, હવે ઈંગ્લેન્ડ પર 5 મેચની ટેસ્ટ સિરીઝમાં હારનો ખતરો છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમ પર જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં શાનદાર વાપસી કરી હતી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સતત બે મેચમાં હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 2-1ની લીડ ધરાવે છે. બીજી તરફ રાંચીમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા મુલાકાતી ટીમનું ટેન્શન વધવા લાગ્યું છે.
જેમ્સ એન્ડરસન ચોથી મેચમાંથી થશે બહાર!
તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ ટીમનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. હવે જેમ્સ એન્ડરસન તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. ઈંગ્લેન્ડની ટીમ હવે 41 વર્ષીય એન્ડરસનને સતત રમવા માટે દબાણ કરવા માંગતી નથી. જેના કારણે એન્ડરસનને રાંચી ટેસ્ટ માટે આરામ આપવામાં આવી શકે છે જેથી એન્ડરસન સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શકે.
જેમ્સ એન્ડરસનને પણ સિરીઝની પ્રથમ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડની ટીમ અને કેપ્ટન બેન સ્ટોક્સ પર ઘણા સવાલો ઉભા થયા હતા. જે બાદ જેમ્સ એન્ડરસન બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમ્યો હતો. હવે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ એન્ડરસન પર સતત રમવાનું દબાણ કરવા માંગતા નથી. જેના કારણે ચોથી ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસન બેન્ચ પર બેઠેલા જોવા મળી શકે છે.
ઈંગ્લેન્ડની ટીમમાં થઈ શકે છે ફેરફાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, જો જેમ્સ એન્ડરસન ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જાય છે તો તેના સ્થાને ઓલી રોબિન્સન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ ઝડપી બોલર માર્ક વુડને પણ ચોથી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે અને તેના સ્થાને ગસ એટકિન્સનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.