• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ
  • ભારત તરફથી દેવદત પડિકલે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
  • આ સીરિઝમાં પાંચ ખેલાડીઓેએ ડેબ્યૂ કર્યું છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચમાં દેવદત્ત પડિક્કલે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. આ સીરિઝમાં દેવદત્ત ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર પાંચમો ખેલાડી બની ગયો છે. વાસ્તવમાં, ધર્મશાળા ટેસ્ટ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હવે પડિક્કલનું નસીબ ખુલ્યું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ રજત પાટીદારની. ટોસ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે રજત પાટીદાર એક દિવસ પહેલા પ્રેક્ટિસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને ધર્મશાળા ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને દેવદત્ત પડિકલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ સીરિઝમાં 5 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી પાંચ ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર પડિક્કલ પાંચમો ખેલાડી છે. પડિક્કલ પહેલા રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને આકાશ દીપ ડેબ્યુ કરી ચુક્યા છે. દેવદત્ત પડિક્કલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 314મો ખેલાડી બન્યો છે. આ સિરીઝમાં અગાઉ રજત પાટીદાર 310, સરફરાઝ ખાન 311, ધ્રુવ જુરેલ 312, આકાશ દીપ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર 313મા ખેલાડી હતા.

રજત પાટીદારનું સ્થાન પડિક્કલે લીધું

ધર્મશાળા ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર જોવા મળ્યા છે. સૌથી પહેલા જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. કારણ કે આકાશ દીપને આ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત રજત પાટીદારના સ્થાને દેવદત્ત પડિક્કલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે રજત પાટીદાર માટે આ સિરીઝ કંઈ ખાસ રહી નથી. તે બેટિંગ દરમિયાન ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

  • Follow us on: