• દેવદત્ત પડિકલને ધર્મશાળા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
  • દેવદત્ત પડિકલે ડેબ્યૂ મેચમાં ફટકારી ફિફ્ટી
  • 103 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી

ભારતના સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડિકલને ધર્મશાળા ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. ખેલાડીએ આ તકને બંને હાથે ઝડપી લીધી છે. પડિકલે પોતાની ડેબ્યૂ મેચની પહેલી જ ઇનિંગમાં ફિફટી ફટકારી છેતેણે શાનદાર સિક્સર ફટકારીને ફિફ્ટી ફટકારી હતી. આ દરમિયાન તેણે 8 શાનદાર ફોર અને એક સિકસની મદદથી શાનદાર 65 રનની ઈનિંગ રમી હતી. પડિક્કલ અને સરફરાઝ ખાનની ફિફ્ટીના કારણે ભારતીય ટીમ ફરી એકવાર વાપસી થઈ છે. રોહિત અને ગિલ બેક ટુ બેક આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું

કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાંથી બહાર થયા બાદ રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રજતને સતત 3 મેચમાં રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ 3 મેચની 5 ઇનિંગ્સમાં ખેલાડી એક પણ ફિફ્ટી ફટકારી શક્યો ન હતો. જેના કારણે ઈંગ્લેન્ડ સામેની સિરીઝની છેલ્લી મેચમાં પાટીદારને પડતો મૂકવામાં આવ્યો હતો અને દેવદત્ત પડિકલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તક મળતાની સાથે જ ફિફ્ટી ફટકારીને પડિકલે કરોડો ચાહકો અને કેપ્ટનને બતાવી દીધું કે તે આ જગ્યાનો હકદાર છે.

રણજીમાં પડિકલનો રેકોર્ડ

રણજી ટ્રોફીમાં દેવદત્ત પડિકલનો રેકોર્ડ ઘણો સારો છે. આ કારણોસર ટીમમાં ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. તેણે રણજીમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા હતા. પડિકલે વર્ષ 2023-24માં રણજી ટ્રોફીમાં રમાયેલી છેલ્લી 4 મેચોમાં ઘણા રન બનાવ્યા છે. તેણે છેલ્લી 4 મેચમાં 3 સદીની મદદથી 556 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેણે 76.9ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ શાનદાર પ્રદર્શન બાદ જ્યારે ખેલાડીને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી તો અહીં પણ ખેલાડીએ શાનદાર ફોર્મનું ઉદાહરણ રજૂ કર્યું અને ફિફ્ટી ફટકારી હતી.

ભારત સતત ચોથી જીતની નજીક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની 5મી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ભારત આ સીરિઝ પહેલા જ જીતી ચૂક્યું છે. સીરિઝની પ્રથમ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી, ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરી હતી અને સતત 3 મેચ જીતી હતી. હવે ભારતીય ટીમ વધુ એક જીતની નજીક છે. ધર્મશાળા ટેસ્ટમાં પણ ભારતની જીત નિશ્ચિત જણાય છે.

  • Follow us on: