• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાચમી ટેસ્ટ
  • રોહિત શર્માએ પ્રથમ ઇનિંગમાં ફિફ્ટી ફટકારી
  • રોહિત શર્મા વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દેશે

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ પહેલા જ જીતી ચૂકી છે. હવે આ સીરિઝની 5મી અને છેલ્લી મેચ ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. રોહિતે ભારતની પ્રથમ ઇનિંગમાં ફિફ્ટી ફટકારી છે અને તે બે મોટા રેકોર્ડની ઉંબરે ઉભો છે. આવી સ્થિતિમાં રોહિત માટે ધર્મશાળા ટેસ્ટ ઐતિહાસિક બનવાની ધારણા છે. જાણો રોહિત કયા 2 રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

રોહિત શર્મા વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે

રોહિત શર્મા પ્રથમ દાવમાં 52 રન બનાવીને અણનમ છે. આ દરમિયાન હિટમેનના બેટમાંથી 6 ફોર અને 2 સિકસ પણ ફટકારી હતી. 1 સિક્સર સાથે રોહિતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 50 સિક્સર પૂરી કરી લીધી છે. હવે કેપ્ટન આ મેચમાં સિકસના વધુ બે મોટા રેકોર્ડ તોડી શકે છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારવાથી માત્ર 4 સિક્સ દૂર છે. તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે, 4 સિક્સર ફટકારવી તેના માટે મોટી વાત નથી. ચાહકોને આશા છે કે તે આજે જ 4 સિકસર ફટકારીને આ મહાન રેકોર્ડ પોતાના નામે કરી લેશે અને 600 આંતરરાષ્ટ્રીય સિકસર પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે. ક્રિસ ગેલ આ યાદીમાં બીજા સ્થાને છે, જેના નામે 553 આંતરરાષ્ટ્રીય સિકસર છે.

હિટમેન વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દેશે

રોહિત શર્મા પણ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બનવાની અણી પર છે. રોહિતે અત્યાર સુધી ટેસ્ટમાં કુલ 83 સિક્સર ફટકારી છે. જો તે આ મેચમાં વધુ 8 સિક્સર ફટકારવામાં સફળ થાય છે, તો તે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારવાના મામલે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દેશે. હાલમાં આ મામલે સેહવાગ 90 ટેસ્ટ સિક્સર ફટકારીને યાદીમાં પ્રથમ સ્થાને છે. અત્યારે ભારતીય ટીમ પ્રથમ દાવમાં જ બેટિંગ કરવા આવી છે, જેમાં રોહિત શર્મા અણનમ રમી રહ્યો છે. આ પછી રોહિતને બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરવાની તક મળશે, આવી સ્થિતિમાં શક્ય છે કે રોહિત શર્મા આ 2 સિક્સરનો શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

  • Follow us on: