- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ
- ભારતે 5 મેચની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી
- કેપ્ટન અને રોહુલ દ્રવિડે બધાનો આભાર માન્યો
ધર્મશાળા ટેસ્ટ મેચમાં જીત સાથે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરિઝ જીતી લીધી. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. એક સમય હતો જ્યારે હૈદરાબાદ ટેસ્ટમાં મળેલી હાર બાદ કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું હતું. પરંતુ ટીમે અહીંથી વાપસી કરી અને સતત 4 મેચ જીતી હતી. હવે ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક વીડિયોમાં આ સીરિઝને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે આ વીડિયો BCCI દ્વારા જ શેર કરવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ કે રોહિત અને દ્રવિડે શું કહ્યું.
રાહુલ દ્રવિડનું જીત બાદ નિવેદન
સીરિઝ જીત્યા બાદ કોચ રાહુલ દ્રવિડ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માની રહ્યા હતા. દ્રવિડે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સરળ નથી. ભારતે ટેસ્ટ સીરિઝ એકતરફી જીતી છે તે ખુશીની વાત છે. ટેસ્ટ ક્રિકેટમાં પડકાર અલગ છે. પ્રથમ મેચમાં હાર બાદ આપણે શાનદાર વાપસી કરી હતી. આમાં તમામ ખેલાડીઓએ સારી ભૂમિકા ભજવી છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી એકતા આવી જ રહે. ઈંગ્લેન્ડ સામેની આ સીરિઝ ઘણી લાંબી હતી, જેમાં ઘણું બધું જોવા મળ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે જો આપણે એક ટીમ તરીકે સુધારો કરવા માંગતા હોય તો આ માટે બધાએ એકબીજાને ટેકો આપવો જોઈએ.
રોહિત શર્માએ શું કહ્યું?
દ્રવિડે કહ્યું કે જો તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય તો તમારે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. અમે એકબીજાના સહકારથી જ સારું પ્રદર્શન કરી શકીશું. દ્રવિડે આ શાનદાર જીત માટે તમામનો આભાર માન્યો છે. આ સિવાય ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો છે. આ શ્રેણીએ સીરિઝે ફેન્સને ખૂબ જ રોમાંચિત કર્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે.