• પાકિસ્તાનની ક્રિકેટ બોર્ડમાં ઉથલપાથલ ચાલી રહી છે
  • પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હેડ કોચ વિના રમી રહી છે
  • વોટસન પાકિસ્તાની ટીમના હેડ કોચની રેસમાંથી બહાર

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને બોર્ડમાં આ દિવસોમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. બીજી તરફ હવે પાકિસ્તાનની ટીમ હેડ કોચની શોધમાં છે. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બની શકશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચની રેસમાં ડેરેન સેમી, સિમોન કેટિચ, માઈક હસન અને ફિલ સિમન્સનું નામ પણ સામેલ છે.

શેન વોટસન રેસમાંથી બહાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોટસનનું નામ સૌથી આગળ હતું. પરંતુ વોટસનના વ્યસ્ત કાર્યક્રમના કારણે તે પાકિસ્તાન ટીમનો મુખ્ય કોચ બની શકશે નહીં. શેન વોટસન ICC ટૂર્નામેન્ટમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કોમેન્ટ્રી કરે છે, આ સિવાય વોટસન અન્ય ઘણા ક્રિકેટ કાર્યોમાં વ્યસ્ત હશે જેના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ બની શકશે નહીં.

પાકિસ્તાનની ટીમ કોચ વિના રમી રહી છે

ODI વર્લ્ડકપ 2023 પછી, મિકી આર્થરે પાકિસ્તાન ટીમના હેડ કોચનું પદ છોડી દીધું હતું. ત્યારથી પાકિસ્તાનની ટીમ હેડ કોચ વિના ક્રિકેટ રમી રહી છે. જેના કારણે ટીમનું પ્રદર્શન ખરાબ બન્યું હતું. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનની ટીમ એક ઉત્તમ હેડ કોચની શોધમાં છે.

પાકિસ્તાન ટીમનું ખરાબ પ્રદર્શન

વાસ્તવમાં, ODI વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. બાબર આઝમની કપ્તાનીમાં ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. ત્યારપછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કોચથી લઈને ટીમના કેપ્ટન સુધી બધા બદલાઈ ગયા. બાબર આઝમને પાકિસ્તાન ટીમના કેપ્ટન પદેથી હટાવીને શાહીન શાહ આફ્રિદી અને શાન મસૂદને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

શાન મસૂદને ટેસ્ટ ટીમની અને શાહીન આફ્રિદીને T20 ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાની ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નથી. શાન મસૂદની કપ્તાની હેઠળ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને ટેસ્ટ સીરિઝ 3-0થી હારી ગઈ હતી. આ પછી શાહીન આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાનની T20 ટીમને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: