• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
  • પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડના 7 વિકેટે 302 રન
  • જો રૂટે 226 બોલમાં 106 રન બનાવીને અણનમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં જો રૂટની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડની ટીમે 7 વિકેટના નુકસાન પર 302 રન બનાવ્યા હતા.

સરફરાઝ પાસે 'મોટો રેકોર્ડ' બનાવવાની તક

સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતું અને બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી. જે પછી, જો તે રાંચી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફિફ્ટી અથવા સદી ફટકારે છે, તો તે ભારતનો બીજો બેટ્સમેન બની જશે જેણે તેની કારકિર્દીની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં પચાસ કે તેથી વધુ રન બનાવ્યા હોય. સચિને તેની કારકિર્દીની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં 15,50 અને 08 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ તેની કારકિર્દીની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં 04, 15 અને શૂન્ય રન બનાવ્યા હતા.

સરફરાઝ ખાને અત્યાર સુધી તેની કારકિર્દીની પ્રથમ બે ઇનિંગ્સમાં અણનમ 62 અને 68 રન બનાવ્યા છે. જો તે રાંચી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પચાસ કે તેથી વધુ રન બનાવશે તો તે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં પચાસથી વધુ રન બનાવનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન હશે.

સુનીલ ગાવસ્કરે આ કારનામું કર્યું

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં અડધી સદી કે તેથી વધુ રન બનાવ્યા હતા. ગાવસ્કરે પોતાના કરિયરની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ત્રીજી ઇનિંગમાં 65, 67 અણનમ અને 116 રનની શાનદાર સદી ફટકારી હતી. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન પણ હતો. ત્યારથી અત્યાર સુધી કોઈ ખેલાડી ભારત માટે આવું કરી શક્યો નથી. જો કે હવે સરફરાઝ ખાનને પણ આ દિગ્ગજ બેટ્સમેનની યાદીમાં પોતાનું નામ સામેલ કરવાની તક મળશે. રાજકોટ ટેસ્ટમાં જ્યારે સરફરાઝ ખાને ફિફ્ટી ફટકારી ત્યારે સુનીલ ગાવસ્કર ત્યાં હાજર હતા અને સરફરાઝ ખાને ફિફ્ટી ફટકાર્યા બાદ તેઓ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.

જો રૂટે ઈંગ્લેન્ડની લાજ બચાવી

રાંચી ટેસ્ટની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં એક સમયે 112 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અનુભવી બેટ્સમેન જો રૂટે એક છેડે ઈનિંગને જોળવી રાખી હતી. અગાઉ તેણે બેન ફોક્સ સાથે પાર્ટનરશિપ કરીને સ્કોર 112 થી 225 સુધી પહોંચાડ્યો હતો. જોકે, બેન ફોક્સ 47ના અંગત સ્કોર પર મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો અને 3 રને પોતાની ફિફ્ટી ચૂક્યો હતો.

આ પછી જો રૂટે ટોમ હાર્ટલી સાથે 20 રન જોડ્યા પરંતુ તે પણ જો રૂટને વધુ સમય સુધી સાથ આપી શક્યો નહીં અને 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. જો કે આ પછી જો રૂટ અને ઓલી રોબિન્સન વચ્ચે 57 રનની અણનમ પાર્ટનરશિપ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડ 112ના સ્કોર સાથે 7 વિકેટે 302 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. રાંચી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લિશ ચાહકોને આશા હશે કે જો રૂટ અને ઓલી રોબિન્સનની જોડી ટીમને 400ની નજીક લઈ જશે.

  • Follow us on: