- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
- સિરીઝની ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાઈ રહી છે
- સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ કર્યું ટેસ્ટ ડેબ્યૂ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાનને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. આ બેટ્સમેન લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ રમવાની રાહ જોઈ રહ્યો હતો, આખરે બેટ્સમેનને ભારત માટે રમવાનો મોકો મળ્યો છે. સરફરાઝ ખાનના ડેબ્યૂ બાદ તેને એક અનોખો ફોન કોલ આવ્યો છે, જેનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. ચાલો તમને જણાવીએ કે કોણ છે એ વ્યક્તિ જેની સાથે સરફરાઝ ખાનની વાતચીત વાયરલ થઈ રહી છે.
‘સરફરાઝને અનોખા અભિનંદન’
સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કર્યા બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે. સરફરાઝે આ મેચની પ્રથમ ઇનિંગમાં 66 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન બેટ્સમેને 9 ફોર અને એક સિકસર પણ ફટકારી છે. જ્યારે સરફરાઝ ખાન લાંબા સમયથી ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો ત્યારે તે ચર્ચાનો વિષય બની ગયો હતો, ચાહકો આ ખેલાડીને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા. હવે જ્યારે તેને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે ત્યારે દરેક તેને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિ.યાન સરફરાઝ ખાનને અભિનંદન આપવા માટે એક અનોખો કોલ આવ્યો છે.
'હું ડરી ગયો હતો'
સરફરાઝ ખાને પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ અંડર 19 માટે રમી રહેલા તેના ભાઈનો કોલ આવ્યો હતો. આ દરમિયાન સરફરાઝ અને તેના ભાઈ મુશીર ખાને પ્રથમ દાવમાં બેટ્સમેનના ડેબ્યૂ અને પ્રદર્શન અંગે ચર્ચા કરી હતી. સરફરાઝ ખાને તેના ભાઈને પૂછ્યું કે હું કેવી રીતે રમી રહ્યો છું. બીજી તરફ, મુશીરે જવાબ આપ્યો કે તે ખૂબ સારું રમી રહ્યો છે. મુશીરે કહ્યું કે જો કે મને એકવાર ડર હતો કે તમે આઉટ થઈ જશો. મુશીરે કહ્યું હતું કે જ્યારે તમે સ્વીપ શોટ રમ્યા ત્યારે હું ડરી ગયો હતો. સરફરાઝે તેના ભાઈને તેની કેપ પણ બતાવી હતી, જે તેને ડેબ્યૂ કરતી વખતે મળી હતી.
'ટૂંક સમયમાં તમે પણ રમવા આવશો'
સરફરાઝ ખાને તેના ભાઈને કેપ બતાવી અને કહ્યું કે એક દિવસ તમે પણ અહીં રમવા આવશો. તેણે કહ્યું કે જ્યારે પણ હું નિરાશ થઈ જાઉં છું ત્યારે હું મારા ભાઈને રમતા જોઉં છું. કારણ કે તે પણ મારી સ્ટાઈલમાં રમે છે. તમને જણાવી દઈએ કે ભારત ભલે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું હોય, પરંતુ મુશીર ખાને પોતાની પ્રતિભા બતાવી છે. મુશીર ખાને પણ આ વર્લ્ડકપમાં 2 સદી ફટકારી છે અને પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે. આવી સ્થિતિમાં તેણે પોતાના પ્રદર્શનથી ચાહકોને બતાવી દીધું હતું કે તે ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરી શકે છે. એક એવી ક્ષણ આવી કે જ્યારે મુશીર આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, જોકે બાદમાં ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહરાને તેને પાછળ ધકેલી દીધો હતો.