ન્યુઝીલેન્ડની ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની બીજી મેચ પૂણેમાં રમાશે. આ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝ 1-1થી બરાબર કરવા ઈચ્છશે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. અહેવાલો સામે આવી રહ્યા છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પુણે ટેસ્ટ મેચ રમવાથી બહાર કરવામાં આવી શકે છે.


સિરાજ કેમ બહાર થઈ શકે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચનું કહેવું છે કે સિરાજે પિચો પર વધુ ઉછાળો સાથે વધુ વિકેટ લીધી છે. જેમ કે સિરાજ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની પિચો પર વધુ અસરકારક સાબિત થયો છે. તેના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો સિરાજે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની પિચો પર 80માંથી 61 વિકેટ લીધી છે. જ્યારે ભારતમાં તેણે માત્ર 19 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જે રીતે દરેક પરિસ્થિતિમાં અસરકારક સાબિત થાય છે, સિરાજ પાસે આ ક્ષમતા નથી. સિરાજ ભારતમાં બાઉન્સની કસોટી કરવામાં નિષ્ફળ રહ્યો છે.

વોશિંગ્ટન સુંદરને મળી શકે છે તક

સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પુણેમાં સ્પિન ફ્રેન્ડલી પિચ બનવા જઈ રહી છે. જેના કારણે વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાંથી મોહમ્મદ સિરાજની બાદબાકી કરીને સામેલ કરી શકાય છે. વોશિંગ્ટન સુંદરે તાજેતરમાં રણજીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં સુંદર બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માની પહેલી પસંદ બની શકે છે.


  • Follow us on: