ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 34 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વિરાટ કોહલી અને સરફરાઝ ખાન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.


ભારતને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થયો. ટિમ સાઉથીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. ઓરુકે તેમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 9.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 10 રન બનાવી લીધા છે.

ભારતની ખરાબ શરુઆત

ભારતે 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ થઈ. વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. ત્યારબાદ સરફરાઝ ખાન પણ શૂન્ય પર આઉટ થયો હતો. મેટ હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતની ચોથી વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં પડી. યશસ્વી જયસ્વાલ 63 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો.

 

ભારતની પહેલા સેશનમાં છ વિકેટ પડી

ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાએ 23 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 33 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ પડી. રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયો હતો. મેટ હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 23.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે.

  • Follow us on: