- આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
- આજની મેચ જીતનારી ટીમને મળશે સેમીફાઈનલની ટિકિટ
- મેચ પહેલાં ધર્મશાળામાં કરવામાં આવી પૂજા
રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023ની મેચ માટે આજે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ ધર્મશાળામાં રમાવાની છે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાની જીત માટે ધર્મશાળામાં પ્રાર્થના કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને મેચ પહેલા પૂજાનું આયોજન કર્યું હતું. સંઘે ભગવાન ઇન્દ્રનાગની પૂજા કરાવી છે.
IPLના અધ્યક્ષ પૂજામાં સામેલ થયા
મળતી માહિતી મુજબ, ઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ અરુણ ધૂમલે પૂજામાં ભાગ લીધો હતો. આ ભારતની જીત માટે કરવામાં આવ્યું છે. અરુણ ધૂમલે મેચ પહેલા કહ્યું કે, અમે અહીં એક પૂજા કરી છે અને બીજી પૂજા મંદિરમાં થશે. અહીં દરેક વ્યક્તિ ઈન્દ્રુ નાગની પૂજા કરે છે. મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય તે માટે અમે હવન પણ કરાવ્યો છે.' ઈન્દ્રુ નામ મંદિર ધર્મશાલાથી લગભગ 4 કિલોમીટર દૂર એક ટેકરી પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન મેચ દરમિયાન વરસાદથી રક્ષણ કરશે.
સાઉથ આફ્રિકા-નેધરલેન્ડ મેચમાં આવ્યો હતો વરસાદ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો મેચ વરસાદને કારણે પ્રભાવિત થાય છે, તો ઓવરો ઓછી થઈ શકે છે. જો મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. ધર્મશાળામાં અગાઉની મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. અહીં સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ પણ વરસાદને કારણે અસરગ્રસ્ત થઈ હતી. જેથી આ મેચમાં ઓવર ઘટાડીને 43 કરવામાં આવી હતી.
બંને ટીમ પાસે 8-8 પોઈન્ટ
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. બંનેના 8-8 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ નંબર વન અને ભારત નંબર 2 પર છે. જેથી આજની મેચ દિલચસ્પ બનવાની આશા છે.