• ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
  • હિમાચલપ્રદેશના ધર્મશાળામાં મેચ
  • ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમની તમામ મેચમાં થઈ જીત

વર્લ્ડકપની 21મી મેચ ખૂબ જ ખાસ બનવાની છે. કારણ કે, આ મેચ એ 2 ટીમો વચ્ચે છે, જે આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. વર્લ્ડકપ 2023માં ભારત અને ન્યૂઝીલેન્ડ આ 2 એવી ટીમ છે, જેને હજુ સુધી કોઈ ટીમ હરાવી શકી નથી અને બંને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ન્યૂઝીલેન્ડ અને ભારત બંનેએ તેની પ્રથમ ચાર મેચ જીતી છે, પરંતુ વધુ સારા નેટ રનરેટના કારણે ન્યૂઝીલેન્ડ નંબર-1 પર છે અને ભારત પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર છે. જેથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની સંભાવના છે. આ મેચ ભારતના સૌથી સુંદર મેદાન ધર્મશાળામાં રમવામાં આવશે.

ભારતની ઈનિંગ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપ મેચમાં ભારતની 4 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 40 બોલમાં 46, શુભમન ગિલે 31 બોલમાં 26, વિરાટ કોહલીએ 104 બોલમાં 95 ,શ્રેયસ અય્યરે 29 બોલમાં 33, કેએલ રાહુલે 35 બોલમાં 27, સૂર્યકુમાર યાદવે 4 બોલમાં 2 અને રવિન્દ્ર જાડેજાએ 44 બોલમાં અણનમ 39 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 10 ઓવરમાં 60 રન આપીને 1 વિકેટ અને લોકી ફર્ગ્યૂસને 8 ઓવરમાં 63 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મેટ હેનરીએ 9 ઓવરમાં 55 રન આપીને 1 વિકેટ લીધી છે. મિચેલ સેન્ટનરે 10 ઓવરમાં 37, રચિન રવિન્દ્રએ 9 ઓવરમાં 46 અને ગ્લેન ફિલિપ્સે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. 

248/5 (45 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 45 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ન્યૂઝીલેન્ડ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 92 બોલમાં 79 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 39 બોલમાં 32 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 9 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ અને લોકી ફર્ગ્યૂસને 8 ઓવરમાં 63 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મેટ હેનરીએ 8 ઓવરમાં 48 , મિચેલ સેન્ટનરે 10 ઓવરમાં 37, રચિન રવિન્દ્રએ 8 ઓવરમાં 39 અને ગ્લેન ફિલિપ્સે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. 

225/5 (40 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે વિરાટ કોહલી 77 બોલમાં 71 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 24 બોલમાં 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 8 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ અને લોકી ફર્ગ્યૂસને 8 ઓવરમાં 63 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મેટ હેનરીએ 8 ઓવરમાં 48 , મિચેલ સેન્ટનરે 8 ઓવરમાં 28, રચિન રવિન્દ્રએ 6 ઓવરમાં 28 અને ગ્લેન ફિલિપ્સે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. 

192/5 (35 ઓવર)- ભારત માટે વિરાટ કોહલી 65 બોલમાં 56 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 6 બોલમાં 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. જ્યારે 34મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ 4 બોલમાં 2 રન કરીને રન આઉટ થયો હતો. જ્યારે કેએલ રાહુલ 35 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 8 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ અને લોકી ફર્ગ્યૂસને 6 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી છે. મિચેલ સેન્ટનરે 8 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત મેટ હેનરીએ 7 ઓવરમાં 45 અને રચિન રવિન્દ્રએ 6 ઓવરમાં 82 રન આપ્યા છે.

168/3 (30 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 55 બોલમાં 42 રન કરીને અને કેએલ રાહુલ 25 બોલમાં 19 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 6 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ અને લોકી ફર્ગ્યૂસને 6 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મેટ હેનરીએ 7 ઓવરમાં 45 , મિચેલ સેન્ટનરે 6 ઓવરમાં 23 અને રચિન રવિન્દ્રએ 5 ઓવરમાં 22 રન આપ્યા છે. 

140/3 (25 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકસાને 140 રન બનાવ્યા છે. ભારતનો કેપ્ટન રોહિત શર્મા 40 બોલમાં 46 રન કરીને, શુભમન ગિલ 31 બોલમાં 26 રન કરીને અને શ્રેયસ અય્યર 29 બોલમાં 33 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 36 બોલમાં 24 રન કરીને અને કેએલ રાહુલ 14 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 6 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ અને લોકી ફર્ગ્યૂસને 5 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મેટ હેનરીએ 5 ઓવરમાં 33, મિચેલ સેન્ટનરે 6 ઓવરમાં 23 અને રચિન રવિન્દ્રએ 3 ઓવરમાં 12 રન આપ્યા છે. 

121/2 (20 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ભારતીય બેટ્સમેન આક્રામક બન્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 27 બોલમાં 20 રન કરીને અને શ્રેયસ અય્યર 21 બોલમાં 27 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 5 ઓવરમાં 31, મેટ હેનરીએ 5 ઓવરમાં 33, મિચેલ સેન્ટનરે 6 ઓવરમાં 23 રન આપ્યા છે. આ ઉપરાંત લોકી ફર્ગ્યૂસને 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે.

91/2 (15 ઓવર)- ભારતીય ટીમના બંને ઓપનર આઉટ થયા છે. કેપ્ટન રોહિત શર્મા 40 બોલમાં 46 રન કરીને અને શુભમન ગિલ 31 બોલમાં 26 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 13 બોલમાં 6 રન કરીને અને શ્રેયસ અય્યર 6 બોલમાં 13 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 29, મેટ હેનરીએ 5 ઓવરમાં 33, મિચેલ સેન્ટનરે 4 ઓવરમાં 17 રન આપ્યા છે. આ ઉપરાંત લોકી ફર્ગ્યૂસને 2 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે.

63/0 (10 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી મેચમાં શુભમન ગિલે રેકોર્ડ બનાવ્યો છે. ગિલે ફાસ્ટેસ્ટ 2 હજાર રન પૂર્ણ કર્યા છે. ગિલે આ કારનામું વનડેની 38 ઈનિંગમાં કર્યું છે. ન્યૂઝીલેન્ડના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 બોલમાં 39 રન કરીને અને શુભમન ગિલ 25 બોલમાં 24 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, મેટ હેનરીએ 5 ઓવરમાં 33, ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 29 અને મિચેલ સેન્ટનરે 1 ઓવરમાં 1 રન આપ્યો છે.

32/0 (5 ઓવર)- ભારતીય ઓપનર આક્રામક બનીને બેટિંગ કરી રહ્યા છે. રોહિત શર્મા અત્યારે 20 બોલમાં 25 રન કરીને અને શુભમન ગિલ 10 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, મેટ હેનરીએ 2 ઓવરમાં 15 અને ટ્રેન્ટ બોલ્ટે 3 ઓવરમાં 17 રન આપ્યા છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જેથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ન્યૂઝીલેન્ડની ઈનિંગ

273/10 (50 ઓવર)- ન્યૂઝીલેન્ડની ટીમ 273 ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ 127 બોલમાં 130 રન ડેરિલ મિચેલે કર્યા છે, જ્યારે રચિન રવિન્દ્રએ 87 બોલમાં 85, વિલ યંગે 27 બોલમાં 10, ડેવોન કોનવેએ 9 બોલમાં શૂન્ય, ટોમ લાથમે 7 બોલમાં 5, ગ્લેન ફિલિપ્સે 26 બોલમાં 23, માર્ક ચેપમેને 8 બોલમાં 6 રન અને મિચેલ સેન્ટનરે 2 બોલમાં 1 રન કર્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, કુલદીપ યાદવે 10 ઓવરમાં 73 રન આપીને 2 અને મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 54 આપીને 5 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 10 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જ રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 48 રન આપ્યા છે.

245/5 (45 ઓવર)- કુલદીપ યાદવે ભારતને 5મી સફળતા અપાવી છે. કુલદીપે 26 બોલમાં 23 રન કરનારા ગ્લેન ફિલિપ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલ 112 બોલમાં 110 રન કરીને અને માર્ક ચેપમેન 1 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 8 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 34 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 9 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 41 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 8 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 48 અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 73 રન આપીને 2 વિકેટ લીધી છે.

219/4 (40 ઓવર)- કુલદીપ યાદવે ભારતને ચોથી સફળતા અપાવી છે. કુલદીપે 5 બોલમાં 7 રન કરનારા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલ 98 બોલમાં 99 રન કરીને અને ગ્લેન ફિલિપ્સ 12 બોલમાં 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 6 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 25 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 30 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 48 અને કુલદીપ યાદવે 9 ઓવરમાં 71 રન આપીને 1 વિકેટ લીધી છે.

187/3 (35 ઓવર)- મોહમ્મદ શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે. શમીએ 87 બોલમાં 85 રન કરનારા રચિન રવિન્દ્રને આઉટ કર્યો છે. હવે ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલ 83 બોલમાં 79 રન કરીને અને ટોમ લેથમ 4 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 30 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 48 અને કુલદીપ યાદવે 7 ઓવરમાં 61 રન આપ્યા છે.

147/2 (30 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 20 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર 76 બોલમાં 65 રન કરીને અને ડેરિલ મિચેલ 68 બોલમાં 60 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 30 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 48 અને કુલદીપ યાદવે 4 ઓવરમાં 35 રન આપ્યા છે.

125/2( 25 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ન્યૂઝીલેન્ડે 2 વિકેટના નુકસાને 125 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવે 9 બોલમાં શૂન્ય રનમાં અને વિલ યંગ 27 બોલમાં 17 રન કરીને આઉટ થયો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર 61 બોલમાં 57 રન કરીને અને ડેરિલ મિચેલ 53 બોલમાં 46 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 24 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરમાં 32 અને કુલદીપ યાદવે 4 ઓવરમાં 35 રન આપ્યા છે.

91/2 (20 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 10 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન પણ આક્રામક બન્યા છે. ન્યૂઝીલેન્ડ માટે અત્યારે રચિન રવિન્દ્ર 46 બોલમાં 39 રન કરીને અને ડેરિલ મિચેલ 38 બોલમાં 31 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 16 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 5 ઓવરમાં 18 અને કુલદીપ યાદવે 2 ઓવરમાં 23 રન આપ્યા છે.

61/2 (15 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ભારતીય બોલર્સ એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર 35 બોલમાં 26 રન કરીને અને ડેરિલ મિચેલ 19 બોલમાં 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 16 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 2 ઓવરમાં 11 રન આપ્યા છે.

34/2 (10 ઓરવર)- મોહમ્મદ શમીએ પોતાની પ્રથમ ઓવરની પ્રથમ બોલ પર જ ભારતને બીજી સફળતા અપાવી છે. શમીએ 27 બોલમાં 17 રન કરનારા ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગને બોલ્ડ કર્યો છે. હવે ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર 17 બોલમાં 6 રન કરીને અને ડેરિલ મિચેલ 7 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 16 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 1 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ લીધી છે. 

11/1 (5 ઓવર)- ન્યૂઝીલેન્ડના બેટ્સમેન પર ભારતના બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતના બોલર્સે 5 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનરે 9 બોલમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે વિલ યંગ 14 બોલમાં 10 રન કરીને અને રચિન રવિન્દ્ર 7 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 6 રન આપ્યા છે. આ સાથે મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 5 રન આપીને 1 વિકેટ લીધી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની 21મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને વિલ યંગ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે, જ્યારે ભારત માટે જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો છે.

ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 21મી મેચ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ભારતે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ હિમાચલપ્રદેશના ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારત અને ન્યૂઝીલેન્ડે પોતાની તમામ મેચ જીતી છે. જેથી આજની મેચ કોણ જીતશે, તો જોવું દિલચસ્પ રહેશે.

ધર્મશાળાની પિચનો રિપોર્ટ

ધર્મશાળામાં HPCA સ્ટેડિયમ ફાસ્ટ બોલરોને મદદ કરે છે, પરંતુ તે બેટ્સમેન માટે પણ સારૂં મેદાન છે. આ મેદાન અન્ય મેદાન કરતાં નાનું છે. જેથી અહીં ફોર-સિક્સનો વરસાદ પણ જોવા મળે છે. આ પિચ પર સ્પિન બોલરોને બહુ મદદ મળતી નથી, પરંતુ ફાસ્ટ બોલરો તેમની કુશળતાનો ફાયદો ઉઠાવી શકે છે. આ વર્લ્ડકપમાં અત્યાર સુધી આ મેદાન પર કુલ 3 મેચ રમાઈ છે. જેમાં સૌથી વધુ સ્કોર 364 રન છે, જ્યારે સૌથી ઓછો સ્કોર 156 રનનો રહ્યો છે. આ ઉપરાંત પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 231 રન છે, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 199 રન છે. આ ઉપરાંત આ મેદાન પર ઝાકળ આવવાની પણ શક્યતા છે. જેથી પ્રથમ બોલિંગ કરનારી ટીમને વધુ ફાયદો થઈ શકે છે. આ કારણોને જોતા એવું લાગે છે કે, આ પિચ પર ટોસ જીતનારો કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ભારત-ન્યૂઝીલેન્ડ હેડ ટૂ હેડ

વનડે વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે કુલ 9 મેચ રમવામાં આવી છે. જેમાં ન્યૂઝીલેન્ડે 5 અને ભારતે 3 મેચમાં જીત મેળવી છે. સાથે 1 મેચનું પરિણામ આવ્યું નથી. વનડે વર્લ્ડકપમાં બંને ટીમ વચ્ચે પ્રથમ મેચ 1975માં રમવામાં આવી હતી. સાથે વર્લ્ડકપમાં બંને ટીમ છેલ્લી વખતે 2019માં આમને-સામને આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડની જીત થઈ હતી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીય યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ

ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન અને ટ્રેન્ટ બોલ્ટ

  • Follow us on: