• વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને ઝટકો
  • સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો
  • હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવને મળી શકે સ્થાન

ભારતીય ટીમ આગામી મેચ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સાથે છે. જો કે, મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો થયો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમમાંથી બહાર થયો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન પંડ્યા બોલ રોકવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. પંડ્યાની ઈજાને ગંભીર ગણાવવામાં આવી રહી છે. આ કારણે તે આગામી મેચમાં રમશે નહીં. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યા છે કે, હાર્દિકની જગ્યાએ ટીમમાં કોને સ્થાન આપવામા આવશે.

હાર્દિક પંડ્યાની જગ્યાએ આ ખેલાડીને મળી શકે તક

ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાની જગ્યા કોઈ લઈ શકે નહીં, પરંતુ એક એવો ખેલાડી છે. જે હાર્દિકની કમીને દૂર કરી શકે છે. આ ખેલાડી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાનો સૂર્યકુમાર યાદવ છે. યાદવને અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી નથી, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગથી તમામ લોકો વાકેફ છે. તે ગણતરીની મિનિટમાં ગેમ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે.

સારા ફોર્મમમાં છે સૂર્યા

વનડે ફોર્મેટમાં અવાર-નવાર સૂર્યકુમાર યાદવની બેટિંગને લઈ સવાલ ઉઠાવવામાં આવે છે, પરંતુ ગત અમુક મેચમાં તેણે શ્રેષ્ઠ બેટિંગ કરી છે. ગત 5 વનડે મેચમાં નજર કરવામાં આવે તો, વર્લ્ડકપ પહેલાં રમવામાં આવેલી પ્રેક્ટિસ મેચમાં તેમને મેદાનમાં ઉતરવાની તક મળી નહતી. તે પહેલાં 4 વનડે મેચમાં સૂર્યકુમાર યાદવે બેટિંગ કરીને 156 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે 2 ફિફ્ટી ફટકારી હતી.

સૂર્યકુમાર યાદવનું આંતરરાષ્ટ્રીય કરિયર

સૂર્યકુમાર યાદવ ભારત માટે અત્યાર સુધી 84 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ દરમિયાન સૂર્યાએ 79 ઈનિંગમાં 2 હજાર 516 રન બનાવ્યા છે. યાદવના નામે ટેસ્ટમાં 8, વનડેની 28 ઈનિંગમાં 27.79ની એવરેજથી 667 અને T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 50 ઈનિંગમાં 46.02ની એવરેજથી 1 હજાર 841 રન બનાવ્યા છે.

  • Follow us on: