• 22 ઓક્ટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
  • ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ મેચ માટે બનાવ્યો ખાસ પ્લાન
  • મિશેલ સેન્ટનરે કર્યો મોટો ખુલાસો

વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમે અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દીધું છે. ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરના એક નિવેદનથી આ વાતનો અંદાજ લગાવી શકાય છે. મિચેલ સેન્ટનરે કહ્યું કે, ભારતીય ટીમને પ્રથમ પાવરપ્લેમાં રોકવી પડશે. કારણ કે, જે પ્રકારે રોહિત બેટિંગ કરે છે, તે પ્રકારે પાવરપ્લેમાં અમારૂં પ્રદર્શન સૌથી વધુ મહત્વપૂર્ણ સાબિત થશે.

મિચેલ સેન્ટનરે શું કહ્યું?

મિચેલ સેન્ટનરે કહ્યું કે, અહીં પિચમાં થોડો પેસ અને ઉછાળ છે, પરંતુ અમારે એ જોવું પડશે કે, અમે ઈન્ડિયા વિરુદ્ધ ઉતરશું તો શું થશે. મને લાગે છે કે, જે પ્રકારે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાને શરૂઆત આપી રહ્યા છે, તે હિસાબથી બોલિંગ દરમિયાન અમારો પ્રથમ પાવરપ્લે ખુબ વધુ મહત્વપૂર્ણ બનશે. અમારે એ જ વસ્તુ કરવી પડશે, જે અમે અત્યાર સુધી કરી રહ્યા છીએ.

ધર્મશાળામાં થશે ધમાસાન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે મેચ રમવામાં આવશે. આ મેચ ધર્મશાળામાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ આ વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોપ-2 પર છે. બંને ટીમ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 4-4 મેચ રમી છે અને તમામ મેચમાં એકતરફી જીત મેળવી છે. આવી સ્થિતિમાં ધર્મશાળામાં થનારી મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

  • Follow us on: