• બ્રેસવેલના લડાયક 140, સેન્ટનરના 57 રન
  • મહોમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી
  • શાર્દુલ ઠાકુર-કુલદીપ યાદવને નામ બે-બે વિકેટ 

ભારત અને શ્રીલંકા વચ્ચે ODI સિરીઝની પહેલી મેચમાં રોમાંચક મુકાબલામાં ભારતે ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. અંતિમ ઓવર સુધી આ મુકાબલો ચાલ્યો હતો, જેમાં શાર્દુલ ઠાકુરે અંતિમ વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી. આજની મેચમાં જીત બાદ ભારતીય ટીમ ત્રણ મેચની ODI સિરીઝમાં 1-૦થી આગળ થઇ ગઇ છે. ભારત તરફથી મહોમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલે લડાયક 140 રન ફટકાર્યા હતા, જ્યારે મિશેલ સેન્ટનરે 57 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યુઝીલેન્ડને જીતવા 350 રનનો ટાર્ગેટ

ભારત-શ્રીલંકા વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલ પહેલી ODIમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 349 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા 350 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી શુભમન ગિલે શાનદાર ડબલ સેન્ચૂરી ફટકારી હતી, તેણે 149 બોલમાં 208 રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 34 રન બનાવ્યા હતા.

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું નિર્ણય 

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ પહેલા બંને ટીમોના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં ભારતના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું નિર્ણય લીધો હતો અને ન્યુઝીલેન્ડની ટીમને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.


બંને ટીમની પ્લેઇંગ 11

ટીમ ઇન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ન્યુઝીલેન્ડ:

ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર

  • Follow us on: