- રોહિત શર્માએ આયર્લેન્ડ સામે જોરદાર ફિફ્ટી ફટકારી
- રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
- ભારત માટે કોણ ઓપનિંગ કરશે તે મહત્વનો પ્રશ્ન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024માં આયર્લેન્ડ સામે જોરદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 52 રનની ઇનિંગ રમી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે રોહિત પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. તેના અંગુઠા પર થોડી ઈજા થઇ છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. જો રોહિત નહીં રમે તો ટીમ ઈન્ડિયા માટે કોણ ઓપનિંગ કરશે તે મહત્વનો પ્રશ્ન છે.
ભારત પાસે ઓપનિંગના ઘણા ઓપ્શન
ટીમ ઈન્ડિયા પાસે ઓપનિંગ માટે ઘણા વિકલ્પો છે. વિરાટ કોહલી આયર્લેન્ડ સામે રોહિત સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. જોકે તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ કોહલીને ઓપનિંગ કરવાની તક આપી શકે છે.
યશસ્વી કે સંજુને મળી શકે છે તક
કોહલીની સાથે સંજુ સેમસન અથવા યશસ્વી જયસ્વાલને અજમાવી શકાય છે. યશસ્વીએ ઘણી મેચોમાં ઓપનિંગ કરી છે. તેમનો રેકોર્ડ સારો છે. સંજુએ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ઓપનિંગ કરી હતી. પરંતુ તે 1 રન બનાવીને આઉટ થયો હતો.
ટોપ ઓર્ડરમાં રમી શકે છે રિષભ પંત
ટીમ ઈન્ડિયાએ રિષભ પંતને આયર્લેન્ડ સામે નંબર 3 પર બેટિંગ કરવાની તક આપી હતી. તેણે 36 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. પંતે વોર્મ-અપ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 32 બોલમાં 53 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ પંતને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક આપી શકે છે. મહત્વની વાત એ છે કે તે ફોર્મમાં છે અને તેની પાસે આંતરરાષ્ટ્રીય મેચોનો પણ સારો અનુભવ છે.