• ભારત અને પાકિસ્તાનના કેપ્ટન આજે કરશે પ્રેસ કોન્ફરન્સ
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર મેચ રમાશે
  • વર્લ્ડકપ 2023માં બંને ટીમે પ્રથમ બે મેચ જીતી

ODI વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈ અમદાવાદમાં તહેવાર જેવો માહોલ છે. બંને ટીમે અમદાવાદ પહોંચી એક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો છે. જ્યારે આજે ભારતીય ટીમ બપોરે ફરીથી પ્રેક્ટિસ સેશન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. ભારતીય ટીમને ITC નર્મદા હોટલમાં રોકાણ આપવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનની ટીમને હોટલ હયાતમાં રોકાણ આપવામાં આવ્યું છે.

આજે કેપ્ટન કરશે પ્રેસ કોન્ફરન્સ

ભારત અને પાકિસ્તાનની ટીમના કેપ્ટન આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાકિસ્તાનના કેપ્ટન અને મેનેજમેન્ટ સ્ટાફ બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જ્યારે ભારતીય કેપ્ટન અને મેનેજમેન્ટ ટીમ 5:45 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. ભારતીય ટીમ પ્રેક્ટિસ બાદ પ્રેસ યોજશે જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ અગાઉ પ્રેસને સંબોધશે.

સ્ટેડિયમ રૂટ પર ચુસ્ત બંદોબસ્ત

બંન્ને ટીમોની હોટેલ સહિત સ્ટેડિયમ જવા આવવાના રૂટ પર મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ITC નર્મદા હોટેલ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે અને ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાયા છે. જ્યારે કેશવબાગથી માનસી સર્કલ સુધીના માર્ગ ઉપર ભીડ ન કરવા પોલીસે સુચના આપી છે. જો કે ક્રિકેટરોની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અત્યારથી જ ક્રિકેટ રિસકો હોઈ વોલ્ટેજ મુકાબલો જોવા ઉત્સાહિત છે. જો કે ભારત અને પાકિસ્તાને વર્લ્ડકપની અત્યાર સુધીની પોતાની બંન્ને મેચ જીતી છે.

એકસ્ટ્રા AMTS અને BRTS બસો દોડાવવાનો નિર્ણય

આ હાઈ-વોલ્ટેજ મેચની રોમાંચક તૈયારીઓ કરવામાં આવી છે. ભારત- પાકિસ્તાન મેચમાં પ્રેક્ષકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકસ્ટ્રા AMTS અને BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.

મેચ પહેલા રંગારંગ કાર્યક્રમ યોજાશે

વર્લ્ડકપ 2023ની 12મી મેચ પહેલા સેલિબ્રેશન કરવામાં આવશે. જેમાં ભારતના ત્રણ મોટા કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ આ શોનો હિસ્સો હશે. અરિજીતની સાથે શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પણ પરફોર્મ કરશે. 

  • Follow us on: