ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ 2024માં જીતની શરૂઆત કરી શકી નથી. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનના પડકારનો સામનો કરવો પડશે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકાને હરાવીને જીત સાથે કરી હતી. આવી સ્થિતિમાં તેની નજર સતત બીજી જીત પર રહેશે.
આ સાથે જ ભારત સામે જીતનું ખાતું ખોલાવવાનો કઠોર પડકાર રહેશે. ભારતીય ટીમ પોતાની પહેલી હાર બાદ પાકિસ્તાન ટીમને હળવાશથી લેવાની ભૂલ કરવાનું પસંદ કરશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે રમાશે. ટોસ અડધા કલાક પહેલા થશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર રહેશે.
કયા જોઈ શકાશે લાઈવ મેચ
ભારત વિ પાકિસ્તાન મહિલા T20 વર્લ્ડકપ 2024 મેચનું ભારતમાં લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 3, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ એસડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ એસડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ અને ડીડી સ્પોર્ટ્સ ટીવી ચેનલો પર લાઈવ મેચ જોઈ શકાશે.મોબાઈલમાં મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
બંને દેશોની ટીમો
ભારતની મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન
પાકિસ્તાન મહિલા ટીમઃ ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝા, ઈરમ જાવેદ, મુનીબા અલી, નશરા સુંધુ, નિદા ડાર, ઓમાઈમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ (ફિટનેસને આધીન), સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રૂબાબ, તુબા હસન.