• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ
  • જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં મેચ
  • મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો છે. આવી સ્થિતિમાં તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યાના પગમાં મચકોડ આવી ગઈ હતી, તેથી સૂર્ય મેદાનની બહાર છે. આ ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી.

સૂર્યાએ કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી હતી

સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. તેણે આફ્રિકન બોલરોને જબરદસ્ત રીતે હંફાવીને સદી ફટકારી હતી. સૂર્યાએ માત્ર 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી, જેમાં 7 ફોર અને 8 સિકસ પણ સામેલી હતી. સૂર્યાએ ગત મેચમાં પણ ફિફ્ટી ફટકારી હતી. આવી સ્થિતિમાં સૂર્યાની ઈજા ભારત માટે મોટો ઝટકો છે. ઘાયલ થતાં સૂર્યા જમીન પર પડી ગયો, જેના કારણે તેને પકડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ભારતની કેપ્ટનશિપ ચિંતાનો વિષય

સૂર્યાની ઈજા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો સૂર્ય સાજો નહીં થાય તો ભારતની કેપ્ટનશીપ કોણ કરશે. રોહિત શર્માએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તે T20 વર્લ્ડ કપ રમશે કે નહીં. આવી સ્થિતિમાં, હવે સૂર્યા પણ ઇજાગ્રસ્ત થયો છે, આ ભારત માટે ખતરાની ઘંટડી છે. જો સૂર્યા સ્વસ્થ નહીં થાય તો ભારતીય ટીમ માટે ઘણું મુશ્કેલ બની જશે.


  • Follow us on: