• ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODI મેચ ટાઇ થઇ
  • શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ‘સૂર્યા ચાલ’રમી હતી
  • પાર્ટ ટાઇ બોલરોએ મેચ વિનર બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T-20 મેચમાં પાર્ટ ટાઇમ બોલરોનું શાનદાર પ્રદર્શન. જ્યાં ભારતીય ટીમને એક ઓવરમાં 8 રન બચાવવા પડ્યા હતા. અહીં ભારતીય કેપ્ટન સૂર્ય કુમાર યાદવે ચાર્જ સંભાળ્યો અને 20મી ઓવરમાં બોલિંગ કરતી વખતે તેણે બે વિકેટ લઈને શ્રીલંકાને બેકફૂટ પર લાવી દીધું. શ્રીલંકાના પૂંછડીયા બેટ્સમેનોએ છેલ્લી ઓવરના છેલ્લા ત્રણ બોલ પર 5 રન બનાવ્યા હતા.

આ શ્રીલંકાને જીત અપાવવા માટે અપૂરતા હતા. ભારતીય ટીમે સિરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. અગાઉ કેપ્ટન સૂર્ય કુમાર યાદવે રિંકુ સિંહને 19મી ઓવર નાખવા માટે કહ્યું હતું અને રિંકુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, બે વિકેટ લીધી હતી અને માત્ર ત્રણ રન ખર્ચ્યા હતા. પાર્ટ ટાઈમ બોલરોએ ધીમી પીચ પર મેચ વિનર બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો.

શ્રીલંકાના કેપ્ટનની 'સૂર્યા ચાલ

શ્રીલંકાના કેપ્ટન કોલંબોના પ્રેમદાસા મેદાનમાં શુક્રવારે ભારત સામેની પ્રથમ વનડે મેચમાં T-20 સિરીઝમાં મળેલી હારને ભૂલી શક્યા નથી. ખાસ કરીને ત્રીજી ટી20. પ્રથમ વનડેમાં ભારતને છેલ્લા 15 બોલમાં માત્ર એક રનની જરૂર હતી. અને તેની પાસે બે બેટ્સમેન બાકી હતા. શિવમ દુબે ક્રિઝ પર હતો, અર્શદીપ સિંહ બેટિંગ કરવા આવ્યો હતો. શ્રીલંકા માટે હાર ટાળવી અશક્ય લાગી રહી હતી. પરંતુ અહીં જ શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ‘સૂર્યા ચાલ’રમી હતી. અસલંકાએ સૂર્ય કુમાર યાદવની જેમ ફ્રન્ટ પર આવીને બોલિંગની જવાબદારી સંભાળી.

આ મેચ પહેલા શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ પોતાની પાર્ટ-ટાઇમ બોલિંગથી 59 ODI મેચોમાં માત્ર 5 વિકેટ લીધી હતી. પરંતુ 2 ઓગસ્ટ 2024ના રોજ કોલંબોમાં રમાયેલી ODI મેચ અસલંકા માટે યાદગાર બની હતી.

ભારત-શ્રીલંકા ક્રિકેટના ઈતિહાસમાં બીજી મેચ ટાઈ

ભારતને પ્રથમ વનડે જીતવા માટે ત્રણ ઓવરમાં પાંચ રનની જરૂર હતી. શિવમ દુબેએ અસલંકાના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચનો સ્કોર બનાવ્યો હતો. પરંતુ અસલંકાએ લડવાની હિંમત છોડી ન હતી. તેણે પહેલા શિવમ દુબેને વિકેટની સામે એલબીડબ્લ્યુ આઉટ કર્યો અને પછીના જ બોલ પર તેણે અર્શદીપ સિંહને એલબીડબ્લ્યુ આઉટ કરી મેચ ટાઈ કરી.

ભારત અને શ્રીલંકા વચ્ચે ODI ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી મેચ હતી, જે ટાઈ રહી હતી. અગાઉ 2012માં ટાઈ થઈ હતી.

ગંભીર અને કોહલી ચોંક્યા

48મી ઓવરમાં જ્યારે શિવમ દુબેએ અસલંકાના બોલ પર ચોગ્ગો ફટકારીને સ્કોર સરખો કર્યો ત્યારે કોહલી ખુશીથી ઉછળી પડ્યો હતો. તેણે કોચ ગંભીરને પણ અભિનંદન આપ્યા અને ગૌતમ પણ હસ્યા. ત્યારપછી જ્યારે શિવમ દુબે આઉટ થયો ત્યારે બંનેના ચહેરા પર નિરાશા હતી, પરંતુ ગંભીર અને કોહલીને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે આગલા બોલ પર અર્શદીપ સિંહને LBW જાહેર કરવામાં આવ્યો હતો.


  • Follow us on: